GSTV
Home » News » વન ડેમાં ફરી એકવાર મિતાલીનું ‘રાજ’, બની આ સિદ્ધી મેળવનાર પ્રથમ મહિલા ક્રિકેટર

વન ડેમાં ફરી એકવાર મિતાલીનું ‘રાજ’, બની આ સિદ્ધી મેળવનાર પ્રથમ મહિલા ક્રિકેટર

ભારતીય મહિલા અને ન્યૂઝીલેન્ડ મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે સીરીઝની ત્રીજી અને અંતિમ મેચ હેમિલ્ટનના સડન પાર્ક ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઇ રહી છે. આ મેદાન પર ટૉસ માટે ઉતરેલી મિતાલી રાજે ઇતિહાસ રચી દીધો છે. આ તેની વન ડે કરિયરની 200મી વન ડે મેચ છે. આ આંકડા સુધી પહોંચનારી તે પ્રથમ મહિલા ક્રિકેટર છે. આ ઉપરાંત કેપ્ટન તરીકે આ તેની 123મી મેત છે. જે એક રેકોર્ડ છે.

જો કે તેણે ગત વર્ષે એપ્રિલ મહિલામાં ઇંગ્લેન્ડની પૂર્વ કેપ્ટન ચાર્લોટ એડવર્ડ્સના 191 મેચના વર્લ્ડ રેકોર્ડને પાછળ છોડ્યો હતો. આ મેચ ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે નાગપુર ખાતે રમાઇ હતી.

જણાવી દઇએ કે મિતાલીએ વન ડેમાં જૂન 1999માં ડેબ્યૂ કર્યુ હતું અને આયરલેન્ડ સામે પોતાની વન ડે કરિયરની પ્રથમ મેચ રમી હતી.

સૌથી વધુ વન ડે

આ રીતે મહિલા અને પુરુષ ક્રિકેટ બંનેમાં સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ ભારતીયના નામે છે. જણાવી દઇએ કે પુરુષ ક્રિકેટમા સૌથી વધુ વન ડે મેચ રમવાનો ર્કોર્ડ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના નામે છે. તેમણે 463 મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું.

સૌથી વધુ રન

આ ઉપરાંત મહિલા ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ મિતાલીના નામે છે. તેમણએ વન ડેમાં 6622 રન બનાવ્યાં છે, જ્યારે પુરુષ ક્રિકેટમાં સચિન તેંડુલકરના નામે 18,426 રન નોંધાયલા છે.

સૌથી વધુ વન-ડે મેચ રમનાર ટોચની પાંચ મહિલા ક્રિકેટરો :

મીતાલી રાજ (ભારત) 1999-2019 * 200

ચાર્લોટ એડવર્ડઝ (ઇંગ્લેંડ) 1997-2016 191

ઝુલન ગોસ્વામી (ભારત) 2002-2019 * 174

એલેક્સ બ્લેકવેલ (ઑસ્ટ્રેલિયા) 2003-2017 144

જેન્ની ગન (ઇંગ્લેન્ડ) 2004-2018 * 143

Read Also

Related posts

દૂધથી વધારે ફાયદાકારક છે બિયર, PETAએ કરેલા દાવાથી હેરાન થયા લોકો

Dharika Jansari

મલ્ટીકલર સાડી પહેરીને એવોર્ડ લેવા પહોંચી આલિયા, જુઓ તેનાં સ્ટાઈલિશ PHOTOS

pratik shah

Video: વિલિયમ્સે વિરાટ કોહલી સામે આ રીતે લીધો બદલો, આઉટ થતાં જ કર્યો આવો ઇશારો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!