GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

ભારત પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયાની ટીમની જાહેરાત, ફોકનરની વાપસી

ભારત પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયાની ટીમની જાહેરાત કરાઇ છે. પગની ઇજાના કારણે ઝડપી બોલર મિચેલ સ્ટાર્કને આગામી ભારત પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. જ્યારે ઓલરાઉન્ડર જેમ્સ ફોકનરની સીમિત ઓવરોની સિરીઝમાં વાપસી થઇ છે. વન ડે સિરીઝ 17 સપ્ટેમ્બરથી શરૂ થશે.

ઓસ્ટ્રેલિયા ભારત પ્રવાસ દરમિયાન પાંચ વન ડે અને ત્રણ ટ્વેન્ટી-20 મેચ રમશે. ઓસ્ટ્રેલિયાએ ચેમ્પિયન ટ્રોફીમાં નિરાશાજનક દેખાવ કર્યા બાદ ટીમમાં પાંચ ફેરફાર કર્યા છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેનાર મોઇજિજ હૈનરિક્સને ભારત પ્રવાસમાં ઓસ્ટ્રેલિયાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.

આ ઉપરાંત ચાર ઇજાગ્રસ્ત ખેલાડીઓ ક્રિસ લિન, જેમ્સ પેન્ટિસન, જોન હેસ્ટિંગ્સ અને મિચલ સ્ટાર્કને પણ ઓસ્ટ્રેલિયાની ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. વન ડે સિરીઝ અને ટ્વેન્ટી-20 એમ બંને ટીમોનું સુકાન સ્ટિવ સ્મિથ સંભાળશે. આ ઉપરાંત ડેવિડ વોર્નર અને ગ્લેન મૈક્સવેલને પણ ટીમમાં સામેલ કરાયા છે.

ઓસ્ટ્રેલિયાની વન ડે ટીમ: સ્ટિવ સ્મિથ(કપ્તાન), ડેવિડ વોર્નર, એશટન એગર, હિલ્ટન કાર્ટરાઇટ, નાથન કોલ્ટર-નાઇલ, પેટ કમિન્સ, જેમ્સ ફોકનર, એરોન ફિન્ચ, જોસ હેઝલવૂડ, ટ્રેવિડ હેડ, ગ્લેન મૈક્સવેલ, માર્ક્સ સ્ટોનિસ, મૈથ્યૂ વેડ, એડમ જામ્પા.

ઓસ્ટ્રેલિયાની ટ્વેન્ટી-20 ટીમ: સ્ટિવ સ્મિથ(કપ્તાન), ડેવિડ વોર્નર, નાથન કોલ્ટર-નાઇલ, એરોન ફિન્ચ, એડમ જામ્પા, ગ્લેન મૈક્સવેલ, પેટ કમિન્સ, ટ્રેવિડ હેડ, જેસન બેહરેડ્રોફ, ડેન ક્રિસ્ટિયન, મોઇજિજ હેનરિક્સ, ટિમ પૈન, કેન રિચર્ડસન.

Related posts

પીટરસને કોહલીને ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો, મળ્યો એવો જવાબ કે બોલતી બંધ થઈ ગઈ

Ankita Trada

સચિને ખરાબ સમયમાં મદદ કરી હતી પરંતુ ક્રિકેટ અંગે વાત કરી ન હતી: પૃથ્વી શો

Mansi Patel

ભારતના ‘ગેરી સોબર્સ’ : જેની કારકિર્દી 26 ટેસ્ટમાં જ પૂરી થઈ ગઈ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!