આધાર કાર્ડ જારી કરવા વાળી સંસ્થા હવે ભારતને વધુ તાકાતવર બનાવી દીધું છે. જો કોઈ વ્યક્તિ અને સંસ્થાના આધાર કાર્ડનો દુરુપયોગ અથવા એનો ખોટો ઉપયોગ કરે છે તો એના પર એક કરોડ રૂપિયા દંડ કરી શકાય છે. આને લઇ કેન્દ્ર સરકારે અધિસુચના જારી કરી છે. પરંતુ આ નિર્ણયને કોર્ટેમાં પડકારવામાં આવી છે.
આ નિયમ બે વર્ષ બાદ જારી કરવામાં આવ્યો છે
2 નવેમ્બરના રોજ કેન્દ્ર સરકારે (દંડનો નિર્ણય) નિયમો, 2021ની સૂચના બહાર પાડી છે. ઓથોરિટી આ નિયમ હેઠળ ખાસ અધિકારીની નિમણૂક કરી શકે છે. અધિકારી દ્વારા લાદવામાં આવેલ દંડની રકમ UIDAI ફંડમાં જમા કરવામાં આવશે. આ નિયમ હેઠળ જો કોઈ વ્યક્તિ દંડની રકમ ચૂકવવામાં સક્ષમ નથી, તો તેની સંપત્તિની પણ હરાજી થઈ શકે છે.

નોટિફિકેશનમાં શું કહેવામાં આવ્યું છે
કેન્દ્ર સરકારના આ નિર્ણયથી UIDAIને હવે આધાર કાર્ડનો દુરુપયોગ કરનાર પર એક કરોડનો દંડ લગાવવાનો અધિકાર રહેશે. લગભગ બે વર્ષ બાદ ભારત સરકાર દ્વારા આ સૂચના જારી કરવામાં આવી છે. જારી કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે UIDAIના નિર્દેશોનું ઉલ્લંઘન કરવા બદલ ફરિયાદ કરી શકાય છે. ફરિયાદ બાદ એક કરોડનો દંડ થઈ શકે છે. આ માટે સંસ્થા એક અધિકારીની નિમણૂક કરશે.
હજુ સુધી આ અધિકાર નથી
અત્યાર સુધી, UIDAI પાસે આધાર એક્ટ હેઠળ આધાર ઇકોસિસ્ટમમાં ભૂલ કરનાર સંસ્થાઓ સામે પગલાં લેવાની સત્તા નહોતી. 2019માં પસાર થયેલા કાયદામાં દલીલ કરવામાં આવી હતી કે, “ગોપનીયતાના રક્ષણ અને UIDAIની સ્વાયત્તતાને સુનિશ્ચિત કરવા માટે આને લાગુ કરવાની જરૂર છે.

આ નિયમ શા માટે જરૂરી છે?
આજના સમયમાં દરેક જગ્યાએ આધાર ફરજિયાત કરવામાં આવ્યું છે. તમામ જરૂરી દસ્તાવેજોને પણ આધાર સાથે લિંક કરવામાં આવી રહ્યા છે. બેંકમાંથી પૈસા ઉપાડવાથી લઈને ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવા માટે આધારનો ઉપયોગ ફરજિયાત છે. આવી સ્થિતિમાં, આધારનો ખોટો ઉપયોગ થઈ શકે છે, જેના કારણે આ નિયમો આધારનો દુરુપયોગ કરનારાઓ સામે સારી કાર્યવાહી કરી શકે છે.
Read Also
- સુરત / કડોદરા ચાર રસ્તા પરથી સબસિડીવાળું યુરિયા ભરેલી ટ્રક પકડાઈ, 10 લાખનો મુદ્દામલ જપ્ત
- અમદાવાદ / 11.82 લાખના ડ્રગ્સ સાથે બે ભાઈઓ સહિત ત્રણની ધરપકડ
- દુનિયાના આ દેશોને થાય છે અઢળક આવક, લોકોએ એક પણ રુપિયાનો ભરવો પડતો નથી ટેકસ
- શું તમે લેબમાં તૈયાર કરવામાં આવતા હીરા વિશે જાણો છો? ભારતમાં વર્ષ 2004માં લેબમાં હીરો તૈયાર કરાયો હતો
- પૃથ્વીના સૌથી સક્રિય ભૂકંપ ક્ષેત્ર પર વસ્યું છે તુર્કી, ૧૯૩૯માં ભૂકંપ ૩૩૦૦૦ને ભરખી ગયો હતો