જો તમે એન્ડ્રોઇડ ફોન ઉપયોગ કરો છો, તો તમારે ઘણી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તેમા તમે શું ડાઉનલોડ કરી રહ્યા છે અને કઇ એપ્લિકેશનને મંજૂરી આપી છે, તે બાબત ધ્યાન રાખવું જોઈએ. પોપ્યુલર ઓપરેટિંગ સિસ્ટમ થવાના કારણે તેના પર સ્કેમર્સ, હેકર્સ અને એડવરટાઇઝર્સની નજર હોય છે.

માલવેર સિવાય ઘણી એપ્લિકેશન એવી પણ હોય છે, જે સતત એડ બતાવી રૂપિયા બનાવે છે. અહીંયા આવી જ કેટલીક વસ્તુ અંગે બતાવી રહ્યા છે, જેને તમારે તમારા એન્ડ્રોઇડ ફોન માટે ધ્યાન રાખવું જરૂરી છે. તે તમારા ડિવાઇજને સેફ રાખશે.
ફોન સાથે આવતા Bloatwares ઘણી વખત સ્પેસ અને સ્ટેબિલિટી ઇશ્યૂનું કારણ બને છે. આ એપ્લિકેશનને બની શકે તો અનઇન્સ્ટોલ કરી દેવું. કેટલીક એપ્લિકેશન તમારા ડેટાને પણ કલેક્ટક કરી શકે છો અને તમારા ફોન પર એડ બતાવી શકે છે.
ફોનની સેટિંગમાં જઈ ડાઉનલોડેડ એપ્લિકેશનને સતત ચેક કરતા રહો. ઘણા માલવેર અથવા સ્પાયવેર વગર આઇકોનનો છે, તો એ એપ્લિકેશનને તરત ડિલીટ કરી દો. Google અકાઉન્ટના પાસવર્ડને સતત અપડેટ કરતા રહો. તેનાથી પ્રાઇવસી બ્રીચ થયા પછી પણ તમારુ અકાઉન્ટ સિક્યોર રહેશે.

જો તમે અનનોન સોર્સથી એપ્લિકેશન ઇન્સ્ટોલને અલાઉ કરી રાખો છો, તો તેને ડિસેબલ કરી દો. તેનાથી ફોનમાંની એપ્લિકેશન તમારી જાણકારી વગર કોઈ પણ એપને ઇન્સ્ટોલ નહીં કરી શકે. એપ્લિકેશનને હંમેશા પ્લે સ્ટોરથી જ ડાઉનલોડ કરો.
જો તમે APK ફાઇલથી એપ ઇન્સ્ટોલ કરો છો, તો તે તમારા ડિવાઇસ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. નવો ફોન લેવા પર Google ફાઇન્ડ સર્વિસને જરૂર ઓન કરી દો. ડિવાઇસ ગુમાવવાની સ્થિતિમાં તેની મદદ લઈ શકાય છે.
Read Also
- જગદીપ ધનખડ, કિરણ રિજ્જુ વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં પીઆઈએલ, સુપ્રીમ કોર્ટ કોલેજિયમ વિરુધ્ધ ટિપ્પણી કરવાનો છે મામલો
- આણંદ / વ્યાજખોરોના ત્રાસથી પાનની દુકાન ચલાવનારે કરી આત્મહત્યા
- હિમપ્રપાત / જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં ભૂસ્ખલન, 2 વિદેશી નાગરિકોના મોત
- નવી ટેક્સ વ્યવસ્થા વિ જૂની / શું તમે મહિને 1 લાખ રૂપિયા કમાઓ છો? તો તમારા માટે કઈ કર વ્યવસ્થા વધુ સારી છે?
- બજેટમાં એરપોર્ટ બનાવવાની જાહેરાત બાદ સોશિયલ મીડિયામાં છેડાયો સવાલ, કોને વેચવામાં આવશે?; અદાણીને કે અંબાણીને?