GSTV
Gujarat Government Advertisement

કોંગ્રેસનો સાથ છોડી ભાજપનો ભગવો ધારણ કરનારા ધારાસભ્યોએ કર્યો આ બફાટ

Last Updated on June 27, 2020 by Mansi Patel

ભાજપમાં પ્રવેશ લેનારા પાંચ કોંગી ધારાસભ્યોએ મીડિયા સાથે વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન મુખમાં કોંગ્રેસ.. બગલમાં ભાજપ જેવો ઘાટ ઘડાયો હતો. કેમ કે રાતોરાત ભાજપમાં આવી ગયેલા આ આયાતી નેતાઓની જીભ અને મનમાં હજુ જાણે કોંગ્રેસ હોય તેવુ લાગ્યુ હતુ. મીડિયા સાથેની વાતચીતમાં ત્રણ પૂર્વ એમએલએની જીભ લપસી હતી.

સૌપહેલા બ્રિજેશ મેરજાએ ભાજપના પ્રદેશ પ્રમુખને બદલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખનો આભાર માની લીધો હતો. તો એ પછી અક્ષય પટેલે અમિત શાહને બદલે અમિત ચાવડા બોલી ગયા હતા. આટલેથી ન અટકતા કાકડીયાએ પણ આ શિરસ્તો આગળ ધપાવ્યો હતો. કાકડીયાએ ભાજપમાંથી કોંગ્રેસમાં પ્રવેશ થયાનુ જણાવી છેલ્લે ભાંગરો વાટ્યો હતો. આમ ત્રણ આયાતી નેતાઓની ભાજપ પ્રવેશ  પછીની પહેલી જ પ્રેસ કોન્ફરન્સમાં જીભ લપસી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

શું તમારા લાઈસન્સ કે આરસીબુકની વેલીડીટી પૂર્ણ થઈ ગઈ છે તો જલ્દી કરો આ છે છેલ્લી તારીખ, પછી રહી જશો!

pratik shah

CBSE ધોરણ 12નું પરિણામ છેલ્લા ત્રણ વર્ષના દેખાવના આધારે અપાશે, કેન્દ્રની ફોર્મ્યુલાને સુપ્રીમની મંજૂરી

pratik shah

CBSE ફોર્મ્યુલાથી નુકસાન થાય તેમ હોવાથી સરકારે પેટર્ન બદલી, ધો.૧૨ના પરિણામમાં ધો.૧૦ના 50 અને ધો11ના 25 ટકા ગણાશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!