GSTV
Home » News » 3…2…1 ચંદ્રયાને પ્રક્ષેપણ પહેલા શ્વાસ અદ્ધર કરી દીધા, આવી રીતે ઐતિહાસિક ક્ષણનું ભારત સાક્ષી બન્યું

3…2…1 ચંદ્રયાને પ્રક્ષેપણ પહેલા શ્વાસ અદ્ધર કરી દીધા, આવી રીતે ઐતિહાસિક ક્ષણનું ભારત સાક્ષી બન્યું

ભારતીય અવકાશ સંસ્થાએ દેશવાસીઓનું માથુ ગર્વથી ઉંચુ કર્યું છે. શ્રીહરિકોટા ખાતેથી ચંદ્રયાન-૨નું સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું. આ સાથે જ ઇસરોએ અવકાશક્ષેત્રે નવા આયામ રચ્યા છે. લોન્ચિંગ સમયે સૌના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. લોન્ચિંગ બાદ તાળીઓના ગડગડાટ સાથે ઈસરોની આ સિદ્ધીને વધાવી લીધી હતી. ત્યારે ચંદ્રયાન 2ના લોન્ચિંગ દરમિયાન એક બાદ એક કેવી રીતે ઘટનાક્રમ સર્જાયો તે જાણો.

  • ભારત એક ઐતિહાસીક ક્ષણનું સાક્ષી બન્યું.
  • ચંદ્રયાન-૨ના સફળ લોન્ચિંગ સાથે ભારતે એક નવી દિશામાં ડગ માંડ્યા
  • શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી જીએસએલવી-૩માં સવાર થઇને ચંદ્રયાન-૨ રવાના થયું
  • જીએસએલવી લિફ્ટ થવાની ૧૭મી મિનિટે ચંદ્રયાન-૨ને પૃથ્વીની ૧૭૦ કિલોમીટર ઊંચી કક્ષામાં તરતું મૂકી દીધુ
  • યાન પોતાના રોકેટ દ્વારા પૃથ્વી ફરતે ૧૬ દિવસ સુધી પ્રદક્ષણિ કરતું રહેશે. દરેક પ્રદક્ષિણા વખતે તેનું પૃથ્વીથી અંતર વધતું જશે.
  • પૃથ્વીના ગુરૂત્વાકર્ષણમાંથી બહાર નીકળ્યા બાદ યાન સતત પાંચ દિવસ પ્રવાસ કરી ચંદ્ર નજીક પહાંચશે. આ દરમિયાન ચંદ્રયાન બેંગાલુરૂ પાસે આવેલા બાયલાંલુ ખાતેના ડીપ સ્પેસ નેટવર્ક સાથે કોમ્યુનિકેશન કરતું રહેશે.
  • ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કર્યા પછી યાન ૨૭ દિવસ સુધી ફર્યા કરશે અને એ દરમિયાન ધીમે ધીમે ચંદ્રની નજીક જતું રહેશે.
  • ૫૩-૫૪ દિવસની સફર પછી ૬-૭ સપ્ટેમ્બરે ચંદ્રયાન ચંદ્રની નિર્ધારીત ૧૦૦ કિલોમીટર ઉંચી કક્ષામાં પહાંચશે
  • ચંદ્ર નજીક પહાંચ્યા બાદ વિક્રમ લેન્ડર અને તેની અંદર ફીટ થયેલું પ્રજ્ઞાન રોવર બંને ઓર્બિટરથી અલગ પડી જશે.
  • ચાર દિવસ સુધી વિક્રમ ચંદ્રની પ્રદક્ષિણા કરશે. ત્યારબાદ ચંદ્ર પર ૧૫ મિનિટમાં ઉતરાણ કરશે
  • વિક્રમ લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરશે
  • લેન્ડરના ઢાળ પરતી ઉતરીને રોવર ચંદ્રની સપાટી પર પોતાના પૈડાં ટેકવશે
  • ત્યારબાદ શરૂ થશે ચંદ્ર પર શોધ અભિયાન

READ ALSO

Related posts

પૂર્વ પીએમ ડો.મનમોહનસિંહ છઠ્ઠી વખત રાજ્યસભા પહોંચ્યાં, ઉપરાષ્ટ્રપતિએ સાસંદ તરીકે શપથ લેવડાવ્યા

Riyaz Parmar

બહેરીનમાં વડાપ્રધાન મોદીનો હુંકાર: હવે ભારતનાં તેવર અને ક્લેવર બદલાઇ ગયા છે

Riyaz Parmar

ભગવાને ઘણા કામ મારા માટે બાકી રાખ્યા છે : બહેરીનમાં પીએમ મોદીનું સંબોધન

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!