GSTV
Home » News » અક્ષય કુમારની પૂરી તૈયારી, મિશન મંગલનું ટ્રેલર થયું રિલીઝ

અક્ષય કુમારની પૂરી તૈયારી, મિશન મંગલનું ટ્રેલર થયું રિલીઝ

15 ઓગસ્ટના દિવસે અક્ષય કુમાર મિશન મંગલ લઈને આવી રહ્યો છે. ફિલ્મમાં વિદ્યા બાલન, તાપસી પન્નુ , શરમન જોશી, સોનાક્ષી સિન્હા લીડ રોલમાં હશે. મિશનને જગન શક્તિએ ડાયરેક્ટ કરી છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત કહાની છે.

મિશન મંગલમાં બતાવ્યામાં આવ્યું છે કે ભારતના બે સ્પેસ સાઈન્ટિસ્ટ્સ રાકેશ ધવન, તારા શિંદે અને તેની આખી ટીમ તેમના પહેલા જ પ્રયત્નથી સેટેલાઈટને મંગળ પર મોકલવામાં કામયાબ રહે છે. અક્ષય કુમારે આ ટ્રેલરને સોશિયલ મીડિયા પર જાહેર કરતા લખ્યું કે આ ખાલી કહાની નથી એક મિશન છે જે નામુમકિન સપનાંને ભારતે પૂરું કર્યું છે.

ફિલ્મના ટ્રેલરની શરૂઆત થાય છે બે મિનિટના કાઉન્ટડાઉનથી…પછી આવે છે પહેલો અવાજ, અક્ષય કુમારનો. તેના પછી મિશન મંગલની શરૂઆત થાય છે અને આ એવું મિશન છે જેને પૂરું થવાનો ચાન્સ ખાલી એક ટકા છે. પરંતુ ભારતના વૈજ્ઞાનિકોએ તે સપનાંને પૂરું કર્યું છે.

ટ્રેલરમાં અક્ષય કુમાર ફરી વાર દેશ ભક્તિમાં જોવા મળશે. ટ્રેલરમાં લગભગ બધા કિરદારનો પરિચય કરાવવામાં આવ્યો છે. જોવાનું એ રહેશે કે ફિલ્મ દર્શકોને કેટલી પસંદ આવશે. જોકે સોશિયલ મીડિયા પર ફેન્સ ફિલ્મને સુપરહિટ બતાવી રહ્યા છે. ટ્રેલર પહેલા ફિલ્મનું ટીઝર, પોસ્ટર અને ખાસ ઈમોજી જાહેર કર્યા હતા. આ ફિલ્મનું ઈમોજી ચાંદ પર તિરંગા લહેરાવતો બતાવવામાં આવ્યો હતો. ટ્રેલરના રિલીઝ પહેલા જ આખી સ્ટારકાસ્ટની એક તસવીર શેર કરવામાં આવી હતી.

Read Also

Related posts

આ દેશે લાગૂ કર્યો અનોખો કાયદો, ઘરમાં સિગરેટ પીવા પર થશે 6 વર્ષની જેલ

Mansi Patel

ધોરણ 7ના વિદ્યાર્થીએ 10.74 લાખની કમાણી કરી અને એવી જગ્યાએ દાનમાં આપ્યા કે તમે પણ કહેશો વાહ…

Mayur

સુરત : મોબાઈલ ચોરીના આરોપને લઈ યુવકને ઝાડ સાથે બાંધી ઢોર માર મારવામાં આવ્યો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!