GSTV
Home » News » રવિવારે મિશન મંગલે કરી છપ્પરફાડ કમાણી, અક્ષયના કરિયરની આ રીતે સાબિત થઈ માઈલસ્ટોન

રવિવારે મિશન મંગલે કરી છપ્પરફાડ કમાણી, અક્ષયના કરિયરની આ રીતે સાબિત થઈ માઈલસ્ટોન

અક્ષય કુમાર અને વિદ્યા બાલન સ્ટારર ફિલ્મ મિશન મંગલ બોક્સ ઓફિસ પર તાબડતોડ કમાણી કરી રહી છે. આ ફિલ્મે રવિવારે 27.54 કરોડની કમાણી કરી હતી. આ સાથે જ અક્ષય કુમારના કરિયરની રવિવારે સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ મિશન મંગલ બની ચૂકી છે. ફિલ્મે પહેલા ત્રણ દિવસમાં જ 70 કરોડની કમાણી કરી લીધી છે. હવે જોવાનું એ રહેશે કે રવિવારે 29 કરોડની કમાણી કરનારી આ ફિલ્મની ઓપનિંગ પાંચમાં દિવસે પણ ધારદાર રહે છે કે નહીં.

ફિલ્મે ત્રીજા દિવસે 23.58 કરોડની કમાણી કરી હતી. પહેલા દિવસે 29.16 કરોડની કમાણી કરી હતી. જ્યારે બીજા દિવસે કમાણીમાં ઘટાડો થતા 17.28 કરોડની કમાણી કરી હતી. જેથી અત્યાર સુધીમાં આ ફિલ્મની કમાણીનો ટોટલ આંકડો 97.56 કરોડ સુધી પહોંચી ચૂક્યો છે.

મિશન મંગલનું ડાયરેક્શન જગન શક્તિએ કર્યું છે. આ ફિલ્મમાં અક્ષય અને વિદ્યા બાલન સિવાય તાપસી પન્નુ, સોનાક્ષી સિન્હા, કીર્તિ કુલ્હારી, નિત્યા મેનન, શરમન જોષી સહિતના કલાકારો છે.

અક્ષય કુમારની ફિલ્મને 15મી ઓગસ્ટની સાથે વિકેન્ડનો પણ જબરદસ્ત ફાયદો મળી રહ્યો છે. મિશન મંગલ વર્ષ 2013-14માં મોમ મિશન પર આધારીત છે. ફિલ્મમાં અક્ષય કુમાર રાકેશ ધવન જ્યારે વિદ્યા બાલન તારા શિંદેનો રોલ પ્લે કરી રહી છે. ઉપરથી ફિલ્મ 3000 સ્ક્રિન પર રિલીઝ થઈ હોવાથી તેનો પણ તેને ફાયદો મળી રહ્યો છે. પહેલા એવું લાગતું હતું કે જ્હોન અબ્રાહમની બાટલા હાઊસ અને નવાઝુદ્દીનની સેક્રેડ ગેમ્સ આ ફિલ્મને જોરદાર ટક્કર આપશે પણ હાલ તો મિશન મંગલ ફિલ્મ તમામ ફિલ્મોને ટક્કર આપી રહી છે.

READ ALSO

Related posts

ટ્રાફિકના નવા નિયમોને પાછા ખેંચવા માંટેની માંગ સાથે અમદાવાદ જનઆંદોલનની શરૂઆત

Kaushik Bavishi

DRDOની વધુ એક ઉપલબ્ધિ, 70 કિમી રેન્જવાળી ઓલ વેધર અસ્ત્ર મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યુ

Riyaz Parmar

પાટણ : ખાળકુવામાં પડી જતા પાંચ મજૂરોના મોત, પાડોશી મહિલાને આઘાત લાગતા તેમનું પણ મોત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!