GSTV
World

Cases
2986380
Active
2350031
Recoverd
355626
Death
INDIA

Cases
86110
Active
67692
Recoverd
4531
Death

અક્ષય કુમારની ફિલ્મ ‘મિશન મંગલ’નું બોક્સ ઓફિસ પર શાનદાર પરફોર્મન્સ, કરી આટલા કરોડની કમાણી

ફિલ્મ અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ મિશન મંગલ બોક્સ ઓફિસ પર ઘમાકેદાર કમાણી કરી રહી છે. આ ફિલ્મે પહેલા 2 દિવસમાં લગભગ 46.44 કરોડ રૂપિયા કમાયા હતા. હવે શનિવારે ફિલ્મે 23.58 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

આ સાથે ફિલ્મની કુલ કમાણી 71.02 કરોડ રૂપિયાની થઈ ગઈ છે. જો આ ફિલ્મ માટે એક સારી કમાણી માની શકાય છે.

મિશન મંગળમાં અક્ષય કુમાર, વિદ્યા બાલન, તાપસી પન્નુ, કીર્તિ કુલહરી અને સોનાક્ષી સિન્હાની મુખ્ય ભુમિકા છે. ભારત દ્વારા મંગળ ગ્રહ પર મોકલવામાં આવેલા મંગળ યાનની કહાની છે. આ ફિલ્મ સ્વતંત્રતા દિવસે રિલીઝ થઈ હતી. આ ફિલ્મને ક્રિટીક્સે પણ ખૂબ પસંદ કરી છે. તેના કારણે આ ફિલ્મને વર્ડ ઓફ માઉથનો પણ લાભ મળ્યો છે અને ફિલ્મ પહેલા બે દિવસોમાં 46.44 કરોડ રૂપિયાની કમાણી કરી ચુકી છે.

અહીં પણ કહેવામાં આવી રહ્યું છે કે રવિવાર સુધી આ ફિલ્મ 85 કરોડ રૂપિયાથી વધુનો વેપાર કરી શકે છે. આ ઉપરાંત આ ફિલ્મે બોક્સ ઓફિસ પર વધુ એક મોટો રેકોર્ડ બનાવ્યો હતો. 15 ઓગસ્ટના દિવસે રિલીઝ થયેલી અક્ષય કુમારની ફિલ્મોમાં આ ફિલ્મને સૌથી મોટી ઓપનિંગ મળી છે.

આ ફિલ્મનુ ડાયરેક્શન જગન શક્તિએ કર્યું છે. આ ફિલ્મની સાથે બોક્સ ઓફિસ પર જોન અબ્રામની ફિલ્મ બાટલા હાઉસ પણ રિલીઝ થઈ હતી. બન્નેની વચ્ચે શાનદાર ટક્કર જોવા મળી રહી છે. જોકે મિશન મંગળે અત્યાર સુધી બાજી મારી છે. હવે જોવાનું એ રહ્યું કે આ ફિલ્મ પહેલા વીકેન્ડમાં કેટલી કમાણી કરે છે.

Read Also

Related posts

1 જૂનથી દોડી શકે છે મેટ્રો ટ્રેન: મંદિરો ખોલવાનો નિર્ણય રાજ્ય સરકારો પર છોડાયો, મોદી કરશે આ દિવસે જાહેરાત

Mansi Patel

ગુજરાતમાં કોરોનાનું કારણ અને મારણ શોધવા માટે રૂપાણી સરકાર આ બાબતને આપે ટોપ પ્રાયોરિટી

Mansi Patel

રોલમોડેલનો સિક્કો ગયો : ગુજરાતીઓ રહેજો સાવચેત, સરકારનો આ નિર્ણય દર્શાવે છે કે ગંભીર છે સ્થિતિ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!