GSTV

‘ટૉપ સીક્રેટ’ હતું પીએમ મોદીનું ‘મિશન કાશ્મીર’, ફક્ત આટલા લોકોને હતી જાણકારી

મોદી સરકાર માટે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારા બંધારણના આર્ટિકલ 370ને હટાવવા જેવો મોટો નિર્ણય લેવો સરળ ન હતો. તેમની સામે મોટા પાયે સુરક્ષા વ્યવસ્થા કરતાં આ પ્લાનને સિક્રેટ રાખવાનો સૌતી મોટો પડકાર હતો. પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે આ પ્લાનને સફળતાપૂર્વક પાર પાડવા માટે એકદમ ખાસ લોકોની ટીમ સિલેક્ટ કરી. ચાલો તેમને મળીએ…

અજીત ડોભાલ, NSA

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પર સુરક્ષાને લઇને ચૂક રણનીતી બનાવવાની જવાબદારી હતી. તેમણે કાશ્મીર જઇને ટૉપ ઑફિસરો સાથે મીટીંગ કરી. ત્યાંની સુરક્ષાની સ્થિતીની સમીક્ષા કરી અને આગળની રણનીતી ઘડી. હવે જ્યારે આર્ટિકલ 370 હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તો તે ઘાટીમાં શાંતિ સુનિશ્વિત કરવાના કાર્યમાં લાગ્યાં છે. તેઓ હજુ પણ જમ્મુ-કાશ્મીરમાં છે.

રાજીવ ગૌબા

ગૃહ સચિવ રાજીવ ગૌબા 1982 બેચના ઝારખંડ કેડરના આઇએએસ ઑફિસર છે. ગૃહ મંત્રાલયના સૌથી મોટા અધિકારી તરીકે તેમણે ગૃહ મંત્રી અમિત શાહની તમામ યોજનાને અંતિમ ઓપ આપવાની  જવાબદારી નિભાવી. તેમના મહત્વનો અંદાજ એ વાતથી લગાવી શકાય કે સોમવારે કેબિનેટ મીટીંગ પહેલાં સુરક્ષા પર મંત્રીમંડળની બેઠકમાં તેઓ હાજર હતા.

બીવીઆર સુબ્રમણ્યમ, મુખ્ય સચિવ, જમ્મુ-કાશ્મીર

કેન્દ્રની યોજનાને જમ્મુ-કાશ્મીરમાં લાગુ કરવાની જવાબદારી તેમના પર છે. તેઓ પીએમ મોદીના એટલા અંગત માનવામાં આવે છે કે તેમના આગામી હોમ સેક્રેટરીના રૂપમાં જોવામાં આવી રહ્યાં છે. તેમણે ઘાટીમાં શાંતિ માટે જે પગલાં લીધો, તેનાથી પીએમ મોદી ખુશ છે. જમ્મુ-કાશ્મીરમાં ગણતરીના દિવસોમાં હાઇવે બેન સહિત અનેક મોટા નિર્ણયો પાછળ તેમનું જ મગજ છે.

જનરલ બિપિન રાવત, આર્મી ચીફ

સુરક્ષાની દ્રષ્ટિએ આટલા મોટા નિર્ણયની આર્મી ચીફને જાણ ન હોય, તે શક્ય નથી. કાશ્મીરમાં અલગતાવાદીઓ, નેતાઓથી લઇને સામાન્ય જનતા સુધીને નિયંત્રિત રાખવાની જવાબદારી તેમના પર છે.

અનિલ ધસ્માના, રૉ ચીફ

પાકિસ્તાન પોતાને કાશ્મીર મુદ્દાનો પક્ષકાર ગણાવતુ આવ્યું છે. આ મામલો સંયુક્ત રાષ્ટ્રમાં પહોંચ્યો છે. તેવામાં આર્ટિકલ 370 હટાવા જેવા મોટા નિર્ણય પર પાકિસ્તાન સહિત કેટલાંક અન્ય દેશોની આંતરિક અને બાહ્ય સ્થિતી પર નજર રાખવાની જવાબદારી રૉ જેવી ગુપ્તચર એજન્સી પર જ છે. આર્ટિકલ 370 હટાવાની પ્રતિક્રિયામાં પાકિસ્તાન અથવા અન્ય દેશ શું કરી શકે છે, તેના પર રૉની નજર રહેશે.

અરવિંદ કુમાર, IB ચીફ

રૉ દેશની બહાર ગુપ્ત માહિતી એકઠી કરે છે તો ઇન્ટેલિજન્સ બ્યુરો દેશની અંદરની વિગતો આપે છે. સ્વાભાવિક છે કે આટલી મોટી યોજનામાં કોઇ ડચણ ન આવે તે સુનિશ્વિત કરવામાં આઇબીનો મોટો હાથ છે. કાશ્મીર સહિત સમગ્ર દેશમાં વિભિન્ન પક્ષોની ગતિવિધિઓ પર નજર રાખવાની જવાબદારી આ એજન્સી પર છે.

Read Also

Related posts

મહાસત્તાના 46માં રાષ્ટ્રપતિ Joe Biden ની સેલરી સાંભળી સ્તબ્ધ થઇ જશો, જાણો કઇ-કઇ ફેસિલિટી છે ઉપલબ્ધ

Mansi Patel

BIG NEWS/ અમેરિકા માટે ઐતિહાસિક દિવસ, આજથી ટ્રમ્પ યુગનો અસ્ત, બાઈડન બન્યા અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ

Pravin Makwana

પ્રજાસત્તાક દિન પહેલાં જ વધુ એક ઘૂસણખોરી નિષ્ફળ, અખનૂર સેક્ટરમાં 3 આતંકીઓ ઠાર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!