ગુજરાત રાજ્યની વિધાનસભા 2022ની ચૂંટણીની પ્રથમ તબક્કાની બેઠકો પર મતદાનને હવે ગણતરીને દિવસો બાકી છે. આ તમામ બેઠકો પર રાજકીય પક્ષો પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપ, કોંગ્રસે અને આપના સ્ટાર પ્રચારકો ગુજરાતમાં જનસભા ગજવી રહ્યા છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફરી બે દિવસ માટે ગુજરાતમાં છે.તેઓ આજે ભરૂચના નેત્રંગ અને સુરતમાન જનસભા ગજવવાના છે. તો સાથે સુરતમાં વિશાળ રોડ શો પણ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફરી બે દિવસ માટે ગુજરાતમાં

મલ્લિકાર્જુન ખડગે પણ પ્રથમ વખત ગુજરાત મુલાકાતે
જ્યારે કોંગ્રેસના અધ્યક્ષ બન્યા બાદ મલ્લિકાર્જુન ખડગે પણ પ્રથમ વખત ગુજરાત મુલાકાતે છે. મલ્લિકાર્જુન ખડગે જંગી જનસભા સંબોધિત કરશે અને પત્રકાર પરિષદ પણ સંબોધિત કરશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત કોંગ્રેસ પણ વર્ષ 2022ની આ ચૂંટણીમાં તમામ રીતે એડી ચોટીનું જોર લગાવી રહી છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ કાંટાની ટક્કર સતત આપી રહી છે. તો બીજી તરફ આપના સંયોજક અને દિલ્હીના સીએમ ત્રણ દિવસ અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતમાં છે. તેઓ આજે પણ રાજ્યમાં રોડ શો કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફરી ગુજરાત આવી રહ્યા છે. પહેલા તબક્કાની ચૂંટણીના મતદાન માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ત્યારે પીએમ મોદી આજે સુરતમાં પાટીદારના ગઢમાં ચૂંટણી પ્રચાર કરશે. પીએમ મોદી સાંજે 5-30 વાગ્યે સુરત એરપોર્ટથી સભા સ્થળ મોટા વરાછામાં ગોપીનગામ સુધી 27 કિલોમીટર લાંબો રોડ શો કરશે. જે આજ દિન સુધીનો સૌથી મોટો રોડ શો હશે. અને 12 વિધાનસભા બેઠકોને આવરી લેશે.

જેમાં ચાર બેઠકો એવી છે કે જ્યાં પાટીદાર મતદાતાઓનું પ્રભુત્વ છે. સુરત ઉત્તર, કામરેજ, ઓલપાડ, કતારગામ, વરાછા અને કરંજ બેઠક પર પાટીદાર મતદારોની બહુમતી છે. જનસભામાં અંદાજીત 1 લાખથી વધુ લોકો હાજર રહે તેવો ભાજપ પ્રયાસ કરી રહ્યું છે. મહત્વનું છે કે સુરતમાં પાટીદાર પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં ઓછા સમયમાં આમ આદમી પાર્ટીએ પોતાનું સ્થાન બનાવી લીધું છે. પીએમ મોદી સુરતમાં જ સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ કરશે.
READ ALSO
- કચ્છના રણમાં 7 થી 9 ફેબ્રુઆરી દરમિયાન G-20 પ્રવાસન કાર્યકારી જૂથની પ્રથમ બેઠક યોજાશે
- આ 6 પ્રકારની સમસ્યા આપી શકે છે હાર્ટએટેકને આમંત્રણ, જાણો હાર્ટએટેકથી બચવાના ઉપાય
- હત્યાનો ચોંકાવનારો કેસ / પત્નીએ પ્રેમી સાથે મળી પતિને જીવતો સળગાવી દીધો
- 34 પ્રકારના કેન્સરને નોતરે છે આ ફૂડ આઈટમ, જો તમે પણ ખાતા હોય તો ચેતી જજો
- બનાસકાંઠા / ડિસામાં વધુ એક શૌચાલય કૌભાંડ, 8.76 લાખની ગેરરીતિ આચરી હોવાની ફરિયાદ નોંધાઇ