GSTV
World

Cases
7120116
Active
13263665
Recoverd
764319
Death
INDIA

Cases
668220
Active
1808936
Recoverd
49036
Death

શું લેન્ડર વિક્રમને ફરીથી ઉભુ કરવા માટે ઈસરો હવે નાસાની મદદ લેશે?

ભારતના મહત્વકાંક્ષી મિશન ચંદ્રયાન-2ને લઇને હજુ પણ આશા યથાવત છે. ઇસરો દ્વારા લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સાધવાના પ્રયાસો સતત ચાલુ છે. ઇસરોના જણાવ્યા મુજબ વિક્રમનું ચંદ્રની સપાટી પર ત્રાંસુ હાર્ડ લેન્ડિંગ થયું છે.

તેમ છતાં તે સહીસલામત છે. ઇસરો પાસે વિક્રમનો ફરી સંપર્ક સાધવા હવે ફક્ત 11 દિવસ બચ્યા છે. તેવામાં ઇસરો લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સાધવા અમેરિકાની સ્પેસ એજન્સી નાસાની મદદ લેવા અંગે વિચારણા કરી રહ્યું છે.

કારણ કે નાસાનું એક મિશન લૂનર રિકોનિર્સેસ ઓર્બિટર એટલે કે એલઆરઓ ચંદ્રયાનની સરખામણીએ ચંદ્રની વધુ નજીક ચક્કર લગાવી રહ્યું છે. તેના દ્વારા ઇસરોને વધુ સારા ડેટા મળી શકે તેમ છે.

જો ઇસરો નાસાના આ ઓર્બિટરથી ડેટાનો ઉપયોગ કરે તો વિક્રમની હાલની સ્થિતિ જાણી શકાય છે. આમ તો ઇસરો આ પહેલા પણ એલઆરઓના ડેટાનો આંશિક રૂપે ઉપયોગ લેન્ડિંગ સ્પોટ કરવા માટે કરી ચૂક્યું છે. ઇસરો હાલ ઓર્બિટરથી સચોટ ડેટા મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે ત્યારબાદ જ કોઈ નિર્ણય લઈ શકાય છે.

READ ALSO

Related posts

પાકિસ્તાન બાદ આ દેશ બની રહ્યો છે ભારત-વિરોધી પ્રવૃત્તિઓનું કેન્દ્ર, આતંકીઓને પૂરૂ પાડે છે ફંડ

Bansari

દેશને મળશે 22 નવા એક્સપ્રેસવેની સોગાત, જાણો શું છે સરકારનો પ્લાન

Bansari

શું ખરેખર કેન્સલ થઇ ગઇ 30 સપ્ટેમ્બર સુધીની તમામ રેગ્યુલર ટ્રેન? રેલવેએ આપ્યો આ જવાબ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!