GSTV
Kutch ગુજરાત ટોપ સ્ટોરી

મિશન 2022 / ગુજરાતમાં દરેક બાળકને ફ્રી અને સારુ શિક્ષણ આપીશું, જન્મદિવસે કેજરીવાલની વધુ એક ગેરન્ટી

રાજકોટ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગરમાવો વધી રહ્યો છે એટલું જ નહીં આ વખતે ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જોવા મળશે જેના પગલે ભાજપની ઉંઘ હરામ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીએ પંજાબ બાદ ગુજરાત પર મીટ માંડી છે પરિણામે ગુજરાતના આંટાફેરા વધી ગયા છે ત્યારે આજે ફરી કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને પ્રજાની વધુ એક ગેરન્ટી આપી છે.

છેલ્લા કેટલાક સમયથી આપ પાર્ટીએ ભાજપને ગુજરાતમાં શિક્ષણના કથળેલા સ્તર અને મોંઘવારી, વીજળી સહિતના મુદ્દે ઘેરવાનો પ્રયાસ કર્યો છે ત્યારે આજે કચ્છમાં આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે જન્મદિવસે વધુ એક ગેરન્ટી ગુજરાતે આપી છે. શિક્ષણ ક્ષેત્રની ગેરન્ટીની જાહેરાત કરી છે. જેમાં તેમણે કહ્યું છેકે, બાળકોને મફત અને સારુ શિક્ષણ આપવામાં આવશે. આ પહેલા કેજરીવાલ 300 યુનિટ ફ્રી વીજળી, રોજગારીલક્ષી જાહેરાત તેમજ આદિવાસીઓના હક્કોને લઈ જાહેરાત કરી ચૂક્યા છે. આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરસ સેક્રટરી ઈસુદાન ગઢવી અને પ્રમુખ ગોપાલ ઈટાલિયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

નોંધનીય છે કે, છેલ્લા 27 વર્ષથી ભાજપનું એક હથ્થુ શાસન છે બીજી બાજુ કોંગ્રેસ મરણપથારીએ પડી હયો તેવી સ્થિતિ છે ત્યારે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પગપેસારો કર્યો છે પરિણામે ભાજપને પણ ભય લાગવવા માંડ્યો છે.

READ ALSO

Related posts

ભટારના શાંતિવન મિલ પાસે લિફ્ટ તૂટી પડતા એક વ્યક્તિનું મોત, આઠ કામદારોને પહોંચી ગંભીર ઈજાઓ

pratikshah

અશોક ગેહલોતને સત્તા ટકાવી રાખવા માટે ભાજપનું સમર્થનઃ મંત્રીઓ અમિત શાહના સંપર્કમાં

pratikshah

BIG BREAKING: ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ની પ્રથમ સીઝનના સ્પર્ધક કોમેડિયન પરાગ કંસારાનું નિધન

pratikshah
GSTV