GSTV
ગુજરાત ટોપ સ્ટોરી

મિશન 2022! વડાપ્રધાન મોદી સૌરાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારનો શંખ ફૂંકશે, 28મીએ આટકોટમાં સભા સંબોધશે

તા. 28ના શનિવારે સવારે ૯ વાગ્યે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ઉદ્ધાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે જેમના સ્વાગતની તડામાર તૈયારીઓ હાથ ધરાઈ છે. વડાપ્રધાન આટકોટ પાસે ઉભા કરાયેલા વિશાળ ડોમમાં સભાને સંબોધશે અને સૌરાષ્ટ્રમાં ભાજપને જીતાડવા ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે. 

કોંગ્રેસ

કલેક્ટર અને પોલીસ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ

વડાપ્રધાનની સલામતિને લઈને કલેક્ટર અને પોલીસ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરાઈ છે અને બેઠકનો ધમધમાટ શરુ થયો છે. આજે એસ.પી.જી.ના 43 જવાનો આવી પહોંચ્યા હતા અને જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ સાથે બેઠક યોજી હતી. વડાપ્રધાનના રસાલા સાથે કૂલ પાંચ હેલીકોપ્ટરો હોય છે અને તેના ઉતરાણ માટે આટકોટ પાસે હેલીપેડ ઉભુ કરાયું છે. તો ઈલેક્ટ્રીસિટીનો પૂરવઠો અવિરત રહે તે માટે વિજકંપની દ્વારા, રસ્તા, વૈકલ્પિક રસ્તા સમથળ કરવા કામગીરીનો ધમધમાટ શરુ થયો છે. 

ભાજપ

આટકોટ પાસે પાંચ હેલીકોપ્ટર ઉતરી શકે એવું હેલીપેડ તૈયાર કરાયું

રાજ્યના ગૃહમંત્રી  હર્ષ સંઘવીની હાજરીમાં જસદણ ખાતે કલેક્ટર, પોલીસ કમિશનર, ડી.ડી.ઓ., આઈ.જી., જેનું લોકાર્પણ થનાર છે તે કે.ડી.પી.હોસ્પિટલના સંચાલકો સાંસદ વગેરે સાથે બેઠક યોજાઈ હતી જેમાં પાર્કિંગ, હેલીપેડ, કોન્વોયથી માંડીને હોસ્પિટલ, હેલ્થ, ફૂડ સહિતની બાબતની વ્યવસ્થાની સમીક્ષા કરાઈ હતી. શનિવારે ચેમ્બર ઓફ કોમર્સે અર્ધા દિવસ ધંધા રોજગાર બંધ રાખવા વેપારીઓને અપીલ કરી છે.

પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયાનો 1995થી આ ગઢ

આ પહેલા વડાપ્રધાન તા. 27-11-2017ના ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે જસદણ આવ્યા હતા અને સભા સંબોધી હતી ત્યારે  પણ  ડો.ભરત બોઘરાએ વડાપ્રધાનનું સન્માન કર્યું હતું. અને સાડા ચાર વર્ષ બાદ તેઓ ફરી આ વિસ્તારમાં આવી  રહ્યા છે. વર્ષો સુધી કોંગ્રેસમાં અને ચાલુ ટર્મમાં ભાજપમાં ભળેલા પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયાનો 1995થી આ ગઢ રહ્યો છે જ્યાં કોળી અને પાટીદારની મુખ્ય વસ્તી છે. 

READ ALSO

Related posts

દિલ તો બચ્ચા હૈ જી / મંત્રીઓને બાળપણ યાદ આવ્યું, શિક્ષણમંત્રી અને ગૃહરાજ્યમંત્રી હીંચકે હિચક્યા

Zainul Ansari

મહારાષ્ટ્ર મહા સંકટ / સુપ્રીમ કોર્ટમાંથી બળવાખોર ધારાસભ્યોને મળી મોટી રાહત, ડિપ્ટી સ્પીકરને ફટકારી નોટિસ

Zainul Ansari

વંદે ગુજરાતમાં અધિકારીઓ મંત્રીઓને ગાંઠતા નથી, ખબર છે કે ફરી મંત્રી નથી બનવાના

Binas Saiyed
GSTV