અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતી 23 વર્ષની યુવતી છેલ્લાં 2 દિવસથી ગુમ થઈ છે. ત્યારે બૉલીવુડ અભિનેત્રી સોહા અલીખાને આ યુવતીનો ફોટો અને ટ્વીટ કરીને તેને શોધવા માટે મદદ કરવાની લોકોને અપીલ કરી છે. તેનો મોબાઈલ ફોન પણ બંધ આવે છે. અને તેના માતા-પિતા તેની ચિંતા કરી રહ્યા છે.

સોહા અલી ખાને ટ્વીટ કરી મદદ માંગી
અમદાવાદની યુવતી ગુમ થવાને મામલે બોલીવુડ અભિનેત્રીએ ટ્વીટ કરીને મદદ કરવા માટે અપીલ કરી છે. વૃષ્ટિ જશુભાઈ નામની 23 વર્ષીય યુવતી 2 દિવસથી ગુમ છે. તેના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને વૃષ્ટિને શોધવા માટે સોશિયલ મીડિયાની મદદ લીધી છે.


ત્યારે બોલીવુડ અભિનેત્રીએ ટ્વીટ કર્યુ છેકે, વૃષ્ટિ છેલ્લાં 2 દિવસથી ગુમ છે તેનો ફોન પણ બંધ આવે છે. તે અમદાવાદમાં રહે છે. અને તેના માતા-પિતા તેની ચિંતા કરી રહ્યા છે. જેથી મદદ કરો અને એક મોબાઈલ નંબર પણ લખ્યો છે. સોહાનાં ટ્વીટ બાદ ઘણા બધા લોકોએ ટ્વીટ કર્યુ છે. જેમાં લોકોએ ગુજરાત પોલીસનાં ટ્વીટર એકાઉન્ટને પણ ટેગ કરી મદદ કરવા માટે કહ્યુ છે.
READ ALSO
- અક્ષય કુમારે અયોધ્યા રામમંદિર માટે આપ્યું દાન, યુઝર્સે કર્યો સવાલ- ‘રામસેતુ’ ફિલ્મનું પ્રમોશન તો નથી ને…
- મમતાના ગઢમાં હવે શિવસેના પણ કૂદી, ઉદ્ધવે કરી બંગાળ વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત
- ચીખલી/ સોલધરા ગામે તળાવમાં બોટ પલટી ખાતા બે લોકોના મોત, 15 લોકો હતા સવાર
- વડોદરા શહેરમાં યુવતીઓની છેડતી કરતા રોમિયોની ખેર નથી, આ રીતની કરી છે તૈયારી
- ભાવનગર/ જૂના પાદર ગામના યુવકને પોલીસે ઢોર માર માર્યો, ખોટા કેસમાં ફસાવ્યાનો આરોપ