GSTV

ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાતને લઇને પાકિસ્તાનને પેટમાં ચૂક ઉપડી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ફેબ્રુઆરીની ભારત મુલાકાતને લઇને પાકિસ્તાનને પેટમાં ચૂક ઉપડી છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન ટ્રમ્પની ભારત મુલાકાતને લઇને ચિંતિત છે. ઇમરાન ભરપૂર પ્રયાસો કરી રહ્યા છે કે ટ્રમ્પ ભારત જતી વખતે કે ભારતથી પરત ફરતી વખતે કેટલાક સમય માટે પાકિસ્તાનમાં પણ રોકાણ કરે. પરંતુ આવું બને તેવી શક્યતા બહુ પાંખી છે.

પાકિસ્તાનના અધિકારીઓએ જણાવ્યું કે ઇમરાન જ્યારથી પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા છે. ત્યારથી તેના પ્રયાસો રહ્યા છે કે ટ્રમ્પ એક વખત પાકિસ્તાનની મુલાકાત લે, ઇમરાન ખાનની નજીકના એક નેતાના જણાવ્યા મુજબ ટ્રમ્પના પાકિસ્તાનમાં રોકાણનું કોઇ ખાસ કારણ નથી. આ ઉપરાંત સુરક્ષાના કારણોસર પણ ટ્રમ્પ પાકિસ્તાનમાં રોકાણ કરવાથી બચી રહ્યા છે. આ વાતની જાણકારી ઇમરાન ખાનને પણ આપવામાં આવી છે.

નિષ્ણાતોના મતે પાકિસ્તાનની ઇમરાન સરકાર મોંઘવારી, અર્થવ્યવસ્થા બેરોજગારી જેવા મુદ્દાઓ પર સંપૂર્ણ નિષ્ફળ રહી છે. વળી આંતરરાષ્ટ્રીય મોરચે પણ કાશ્મીર સહિત અન્ય મુદ્દાઓ પર મુસ્લિમ દેશોને પણ પોતાના પક્ષમાં કરવા ઇમરાન સરકાર નિષ્ફળ રહી છે.

આવા સંજોગોમાં ટ્રમ્પની ભારત મુલાકાત અને પાકિસ્તાન ન આવવું ઇસ્લામાબાદ માટે એક મોટા ઝટકા સમાન છે.

READ ALSO

Related posts

અનીલ કુંબલેનો એ સ્પેલ ભારતીય ક્રિકેટમાં હંમેશાં યાદ રખાશે

Bansari

મક્કમ/ ખેડૂતોની જિદ સામે પોલીસની એકપણ ના ચાલી, સિંધુ બોર્ડર પર ટીયર ગેસના સેલ છોડાયા

Bansari

40 હજાર લોકો આવ્યા આગળ : સરકાર મંજૂરી આપે તો અમે વેક્સિનને બજારમાં એ જ ભાવે વેચી લગાવી આપવા પણ તૈયાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!