GSTV
Home » News » અક્ષય કુમાર સાથે ફિલ્મમાં ડેબ્યુ કરશે આ પૂર્વ મિસ વર્લ્ડ, બનશે પૃથ્વીરાજની સંયોગિતા

અક્ષય કુમાર સાથે ફિલ્મમાં ડેબ્યુ કરશે આ પૂર્વ મિસ વર્લ્ડ, બનશે પૃથ્વીરાજની સંયોગિતા

માનુષી છિલ્લર ફિલ્મ પૃથ્વીરાજમાં સંયોગિતાના પાત્રથી બોલીવૂડમાં ડેબ્યુ કરવાની છે. યશરાજ ફિલ્મસની ટીમ માનુષીને છેલ્લા નવ મહિનાથી આ પાત્ર માટે તાલીમ આપી રહ્યા છે. ૨૦૧૭માં માનુષીએ મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો છે. ત્યાર પછી જ તે બોલીવૂડમાં કારકિર્દી કરવાની છે, તેવી ચર્ચા શરૂ થઇ ગઇ હતી. પરંતુ હવે વાતને સત્તાવાર સમર્થન મળીગયું છે.

પૃથ્વીરાજ ફિલ્મથી કરશે ડેબ્યુ

યશરાજ ફિલ્મસના બેનર હેઠળ બનનાર પૃથ્વીરાજ ફિલ્મથી માનુષી ડેબ્યુ કરશે.આ ફિલ્મ રાજા પૃથ્વીરાજ પર આધારિત હશે. પૃથ્વીરાજ અને સંયોગિતાની પ્રેમકથા રસપ્રદ હતી.  ફિલ્મના દિગ્દર્શક ડાકટર ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ કહ્યું હતું કે, અમે ઘણા નવા ચહેરાઓના ઓડિશન લીધા હતા.

શા માટે આ પાત્ર માટે માનુષીની જ કરવામાં આવી પસંદગી

અમે એક ભારતીય અભિત્રની શોધમાં હતી. સંયોગિતા સુંદર હોવાની સાથેસાથે આત્મવિશ્વાસુ હતી. અમે એવા ચહેરાની શોધમાં હતા જે સંયોગિતાના વ્યક્તિત્વ સાથે મેળ ખાઇ શકે. જે  અમને માનુષીમાં જોવા મળ્યું હતું. દિગ્દર્શકે વધુમાં જણાવ્યું હતું કે, માનુષીએ આ માટે કેટલીયવાર ઓડિશન આપ્યું હતું.

ફિલ્મમાં કોઈ કચાશ રાખવા માંગતા ન હતા માટે…

ફિલ્મમાં આ પાત્ર મહત્વનું હોવાથી અમે અમારી બાજુથી કોઇ કચાશ રાખવા માંગતો નહોતા. દરેક ઓડિશન તેના ઉત્તમ રહ્યા હતા. ત્યારથી તે અઠવાડિયાના છ દિવસ રિહર્સલ કરે છે. આ ફિલ્મ માટે તે છેલ્લા નવ મહિનાથી તાલીમ લઇ રહી છે.

Read Also

Related posts

ભારતનાં પાડોશી દેશે સર્વોચ્ચ ઉંચાઈ પર આયોજીત કર્યો ‘ફેશન શો’, રચ્યો ઈતિહાસ….

pratik shah

રોડ પર પડેલા ઘાયલની મદદ ન કરતા કોર્ટે બે શખ્સને પાંચ વર્ષની સજા ફટકારી

Pravin Makwana

Bigg Boss 13: શહનાઝ ગિલનાં ભાઈએ કહ્યું એવું કે, ઘરમાં મચ્યો હંગામો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!