GSTV
Home » News » આ સુંદરી બની મિસ યુનિવર્સ, આ સવાલનો જવાબ આપીને પોતાને નામ કર્યો ખિતાબ

આ સુંદરી બની મિસ યુનિવર્સ, આ સવાલનો જવાબ આપીને પોતાને નામ કર્યો ખિતાબ

2019ના મિસ યુનિવર્સનો ખિતાબ જોજિબિની ટૂંજીએ પોતાને નામ કર્યો છે. સાઉથ આફ્રિકાની જોજિબિની ટૂંજીએ દુનિયાભરની 90 સુંદરીઓને હરાવીને મિસ યુનિવર્સનો તાજ પોતાના નામે કર્યો છે. જોજિબિની ટૂંજી સાથે 20 સુંદરીઓ હતી જે સેમીફાઇનલ સુધી પહોંચી હતી જેમાંથી એક ભારતની વર્તિકા સિંહ પણ હતી.

ભારતની વર્તિકા સિંહ ટૉપ 10માં સ્થાન મેળવવામાં અસફળ રહી અને મિસ યુનિવ્સ કોમ્પિટિશનમાંથી બહાર થઇ ગઇ. વર્તિકા સિંહ લખનઉની રહેવાસી છે અને તેણે હેલ્થ સેક્ટરમાં અભ્યાસ કર્યો છે.

જોજિબિની ટૂંજીએ મિસ યુનિવર્સ 2019નો ખિતબ પોતાને નામ કર્યો છે ત્યાં પોર્ટો રિકોની મેડિસન એંડરસન ફર્સ્ટ રનરઅપ રહી જ્યારે મેક્સિકોની સોફિયા આરાગોને સેકેન્ડ રનરઅપ તરીકે સ્થાન મેળવ્યું.

ગત વર્ષની મિસ યુનિવર્સ ફીલીપિંસની કેટોરિના ગ્રેએ જોજિબિની ટૂંજીને મિસ યુનિવ્સનો તાજ પહેરાવ્યો.

આ જવાબથી જીત્યો ખિતાબ

જોજિબિની ટૂંજીને પૂછવામાં આવ્યું હતું કે આજના જમાનામાં યુવતીઓને શું શીખવવું ખૂબ જરૂરી છે? આ સવાલના જવાબમાં તેણે કહ્યું કે, આજના જમાનામાં યુવતીઓને લીડરશીપ શીખવવી ખૂબ જરૂરી છે.

જોજિબિની ટૂંજીએ વધુમાં જણાવ્યું કે, યુવતીઓ હોય કે મહિલાઓ, તેમાં મોટાભાગે લીડરશીપની ઉણપ જોવા મળે છે. એવું નથી કે મહિલાઓ આગળ આવવા નથી માંગતી પરંતુ આવું એટલા માટે છે કારણ કે સમાજ તેમને એટલી તક નથી આપતો.

જોજિબિનીએ કહ્યું કે, મહિલાઓ દુનિયામાં સૌથી શક્તિશાળી છે અને તેમને દરેક પ્રકારના અવસર આપવા જોઇએ. સમાજમાં પોતાના માટે સ્થાન બનાવવા કરતાં વધુ જરૂરી કોઇ યુવતી માટે બીજુ કંઇ નથી.

જોજિબિની ટૂંજી ટોસ્લોની છે અને તે લૈંગિક ભેદભાવ સાથે સંબંધિત હિંસા વિરુદ્ધ અવાજ ઉઠાવતી રહી છે.

જોજિબિની ટૂંજીએ કેપ પેનિનસુલા યુનિવર્સિટી ઑફ ટેક્નોલોજીથી ગ્રેજ્યુએશન કર્યુ છે. જોજિબિની ટૂંજીએ ઇમેજ મેનેજમેન્ટ અને પબ્લિક રિલેશન્સમાં પણ ગ્રેજ્યુએશન કર્યુ છે.

26 વર્ષીય જોજિબિની ટૂંજી ત્રણ બહેનોમાંથી એક છે. જોજિબિનીના ઘરમાં અભ્યાસને વધુ મહત્વ આપવામાં આવે છે.

જોજિબિની ટૂંજીની માતા એક સ્કૂલમાં પ્રિન્સિપાલ છે અને તેના પિતા એક હાયર એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે.

જોજિબિની ટૂંજી હંમેશા નેચરલ બ્યૂટીની વકાલત કરવા માટે જાણીતી છે. તે મહિલાઓને પોતાનીજાતને પ્રેમ કરવા માટે પ્રોત્સાહિત કરે છે.

જોજિબિની ટૂંજીને વાંચવાનો અને મ્યુઝીક સાંભળવાનો ખૂબ જ શોખ છે. તેને ટીવી સીરીઝ ‘ગેમ ઑફ થ્રોન્સ’ ખૂબ પસંદ છે.

જોજિબિની ટૂંજી પોતાના પરિવારને ખૂબ પ્રેમ કરે છે અને તેમનાથી ઉપર તેના જીવનમાં બીજુ કંઇ નથી.

જોજિબિની ટૂંજીનું કહેવું છે કે, મારી માતાએ મને લોકો પ્રત્યે દયા ભાવ રાખવા અને વિનમ્ર રહેવાનું મહત્વ શીખવ્યુ છે અને મારા પિતાએ મને શિક્ષણ, સખત મહેનત અને અનુશાસનનું મહત્વ શીખવ્યુ છે.

Read Also

Related posts

અમેરિકન થિંક ટેંકે કાશ્મીર બાબતે કર્યો ચોંકાવનારો ખુલાસો, પાડોશી દેશને લાગશે મોટો ઝટકો

pratik shah

CPEC પર અમેરિકાની પાકિસ્તાન પર લાલ આંખ, ચીનની જાળમાં ફસાતા આપી ચેતવણી

Ankita Trada

વિશાલ ગોસ્વામીના ખંડણી રેકેટ, વધુ એક વ્યકિતની કરાઈ ધરપકડ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!