GSTV
Home » News » Video: એ…એ…ગઇ….બિકીનીમાં કરી રહી હતી રેમ્પ વૉક, અચાનક એક પછી એક ધડામ થઇ ગઇ આ સુંદરીઓ

Video: એ…એ…ગઇ….બિકીનીમાં કરી રહી હતી રેમ્પ વૉક, અચાનક એક પછી એક ધડામ થઇ ગઇ આ સુંદરીઓ

મિસ યુનિવર્સ 2019ની વિજેતા સાઉથ આફ્રિકાની જોજિબિની ટૂંજી રહી. જોજિબિનીએ 90 સુંદરીઓને હરાવીને આ ખિતાબ પોતાના નામે કર્યો છે. આ હરિફાઇમાં એક બિકીની રાઉન્ડ પણ થયો હતો. આ દરમિયાન રેમ્પ વૉક કરતાં ઘણાં કન્ટેસ્ટન્ટ એક પછી એક ધડાધડ ગબડી પડી.

જો કે તમામ કન્ટેસ્ટન્ટે આ સ્થિતિને સારી રીતે સંભાળી લીધી. પડ્યા બાદ  સુંદરીઓ ચહેરા પર સ્મિત સાથે તાળી વગાડતી ત્યાંથી આગળ વધી. દર્શકોએ પણ આ કન્ટેસ્ટન્ટનો જુસ્સો વધાર્યો. આ દરમિયાનનો ક વીડિયો સામે આવ્યો છે. જે વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોમાં જોઇ શકાય છે કે આ એક જ નહી આવી ઘણી કન્ટેસ્ટન્ટ છે જે રેમ્પ વૉક દરમિયાન ધડામ થઇ જાય છે. તેમાંથી મિસ ફ્રાંસ માએવા કૂચ પણ સામેલ છે. આ વૉક બાદ માઇવાએ નીચે પડી જવાનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ દરમિયાન માએવાનો આત્મવિશ્વાસ જરાંય ડગ્યો ન હતો.

માએવાએ પોતાનો આ વીડિયો શેર કરતાં લખ્યું કે, આનાથી શીખ મળે છે અને પડીને ઉભુ થવું જ મહિલાના જીવનનો સૌથી મહત્વનો સાર છે. ખબરોની માનીએ તો ફ્લોર ભીનો હતો જેના કારણે આવું બન્યુ. કારણ કે તમામ કન્ટેસ્ટન્ટ એક જ જગ્યાએ ગબડી રહી હતી.

જણાવી દઇએ કે અમેરિકાના અટલાંટામાં રવિવારે આયોજિત 68મા મિસ યુનિવર્સ સમારોહમાં 90 સુંદરીઓ વચ્ચે મુકાબલો થયો. તેમાં ભારતની વર્તિકા પણ સામેલ હતી. વર્તિકાએ ટૉપ 20માં સ્થાન મેળવ્યું પરંતુ તે ટૉપ 10માં સ્થાન મેળવવામાં અસફળ રહી. 

Read Also

Related posts

આ આઠ ગુજરાતીઓએ રાજ્યમા જ નહિ પરંતુ દેશમાં વગાડ્યો છે ડંકો

Nilesh Jethva

પત્નીને TikTokનું વળગણ પડ્યું ભારે, આ શહેરમાં પતિએ માંગ્યા છુટાછેડા

Ankita Trada

દુનિયાભરના અનેક ભાગમાં ફેસબુકનાં ધાંધિયા, ભારતમાં પણ યુઝર્સ થઈ રહ્યા છે પરેશાન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!