GSTV
Home » News » IPL દરમિયાન ભૂલથી ના કરશો આ કામ, કોહલીએ ખેલાડીઓને આપી ચેતવણી

IPL દરમિયાન ભૂલથી ના કરશો આ કામ, કોહલીએ ખેલાડીઓને આપી ચેતવણી

‘વર્લ્ડ કપ ચાર વર્ષમાં એક વખત થાય છે અને આપણે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) દર વર્ષે રમીએ છીએ.’ વિશ્વ કપમાં જતા નક્કી ખેલાડીઓને કેપ્ટન વિરાટ કોહલીનો સ્પષ્ટ સંદેશ છે. તેઓ આઈપીએલ દરમ્યાન ઘણાં એવા ખેલાડીઓને ઈજા થશે તેવુ ચલાવશે નહી, જેનાથી ટીમ ઈન્ડિયાના મિશન વર્લ્ડ કપ પર વિપરીત અસર પડે.

કોહલીએ બુધવારે કહ્યું, ‘કોઈ પણ ખેલાડીને કોઈ પણ કામ માટે જબરજસ્તી કરવામાં આવશે નહીં. અમારામાંથી કોઈ પણ વર્લ્ડ કપ મિસ કરવુ અને ટીમના બેલેન્સને બગાડવા ઈચ્છતુ નથી.’

કોહલી સમજે છે કે આઈપીએલ સતત ચાલતી રહેતી ટુર્નામેન્ટ છે. તેઓ સમજે છે કે સતત ચાલતી રહેતી આ ટૂર્નામેન્ટમાં સતત મુસાફરી પણ કરવી પડશે. આ લીગની જરૂરીયાતોને કોહલી સમજે છે. જ્યાં ખેલાડીઓમાં મોટું રોકાણ કરનારી ફ્રેન્ચાઈઝી સ્વાભાવિક રીતે તેનો સંપૂર્ણ રીતે ઉપયોગ કરવા ઈચ્છશે. કોહલીએ પોતાના ખેલાડીઓ પર વર્કલોડ મેનેજ કરવા અને સમજદારીપૂર્વક રમવા માટે સૂચન આપી દીધુ છે.

કોહલીએ કહ્યું, ‘અમે ખેલાડીઓને સમજદારીપૂર્વક કામ લેવા અને ટીમ ફ્રેન્ચાઈઝી સાથે વાત કરવા માટે કહ્યું છે. સાથે જ ટીમ ઈન્ડિયાના ફિજિયો પેટ્રિક ફરહાર્ટ સાથે સંપર્કમાં રહેવાનું કહ્યું છે. વર્લ્ડ કપ દરમ્યાન પણ વર્કલોડનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે. ખેલાડીઓને આરામ માટે પૂરતો સમય આપવામાં આવશે.’

કોહલીએ કહ્યું, ‘હું કહેવા ઈચ્છુ છુ કે વર્લ્ડ કપ દર ચાર વર્ષે આવે છે અને આઈપીએલ આપણે દર વર્ષે રમીએ છીએ. જેનો અર્થ એ નથી કે આપણે આઈપીએલ માટે પ્રતિબદ્ધ નથી, પરંતુ સમજદારીપૂર્વક કામ લેવુ પડશે. આપણે સંતુલન બનાવવુ પડશે અને સમજદારીભર્યા નિર્ણયો લેવા પડશે. આ જવાબદારી આપણા ખેલાડીઓ પર છે. આ મુદ્દે ચર્ચા કરવામાં આવી છે.’

આઈપીએલ 23 માર્ચથી શરૂ થશે. મનાઈ રહ્યું છે કે આ ટુર્નામેન્ટ 19 મે સુધી ચાલશે. એટલેકે વર્લ્ડ કપ શરૂ થયાના 11 દિવસ પહેલાં. જ્યારે આઈપીએલ ફ્રેન્ચાઈઝી હજી પણ બોર્ડ તરફથી મળતા દિશા-નિર્દેશોની રાહ જોઈ રહી છે, જેમાં વર્લ્ડ કપમાં જનારા 15 ખેલાડીઓના વર્કલોડ અંગે જણાવવામાં આવશે. કોહલીનું માનવુ છે કે તેઓ ઈચ્છે છે કે આગામી બે મહિના તેમના ખેલાડી ફક્ત પોતાની રમતને ઈન્જોય કરે અને પ્રદર્શનના દબાણ અંગે વિચાર ના કરે. કોહલીએ એક રીતે સ્પષ્ટ કર્યુ છે કે વિશ્વ કપ માટે ભારતીય ટીમની પસંદગીમાં આઈપીએલની વધારે અસર થશે નહીં. ભારતીય ટીમના સુકાનીએ સ્પષ્ટતા કરતા કહ્યું છે કે ટીમ મેનેજમેન્ટ વર્લ્ડ કપ દરમ્યાન મેદાન પર ઉતરનારા 11 ખેલાડીઓને લઇને લગભગ આશ્વસ્ત છે.

તેમણે કહ્યું, ‘દબાણ અંગે વધારે વિચારશો નહીં. એવુ વિચારશો નહીં આપણે શું કરવાનુ છે પરંતુ આપણે મેદાનમાં ઉતરીને ફક્ત રમતનો આનંદ માણવાનો છે.’ ભારતીય ટીમ છેલ્લા ઘણાં સમયથી સતત ક્રિકેટ રમી રહી છે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં સીરીઝ રમ્યા બાદ ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાની મેજબાની કરી.

કોહલીએ કહ્યું, ‘હું એવુ કહેતો નથી કે આ કોઈ બહાનુ છે. પરંતુ જ્યારે તમે દેશ માટે રમો છો ત્યારે દેશ માટે રમાતા દરેક મુકાબલામાં તમારી પાસેથી મોટી આશા રાખવામાં આવે છે. જો હું શારીરીક અથવા માનસિક રૂપથી રમવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છું તો મેનેજમેન્ટને આ અંગે સૂચિત કરી દઈશ. મને લાગે છે કે દરેક ખેલાડી આટલો જવાબદાર છે.’

READ ALSO

Related posts

પાટણના આ ગામમાં બાળકીઓ જીવના જોખમે મેળવે છે પીવાનું પાણી

Nilesh Jethva

અમદાવાદના યુવકને વીજ ચોરી કરવી પડી મોંઘી, કોર્ટે આપી આટલા વર્ષની જેલ

Nilesh Jethva

તઝાકિસ્તાનની જેલમાં કોમી તોફાનમાં 32 લોકોનાં મોત, 24 ISના આતંકીઓ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!