GSTV

નવા વર્ષે કંપનીઓએ જો ગેરમાર્ગે દોરતી જાહેરાતો દેખાડી તો મોદી સરકાર કરશે કાર્યવાહી

દેશમાં નવા કન્ઝ્યૂમર બિલ 2019ને લાગુ કરવાને એક વર્ષ પણ નથી થયો ને તેની અસર દેખાવવા લાગી છે. કોરોના મહામારી દરમિયાન ગેરમાર્ગે દોરતી જાહેરાતો દેખાડનારી કંપનીઓને સેન્ટ્રલ કન્ઝ્યૂમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA)ને નોટિસ ફટકારવામા આવી રહી છે. મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું કે અત્યારસુધી ઘણી કંપનીઓને ગેરમાર્ગે દોરતી જાહેરાતો મામલે નોટિસ ફટકારવામા આવી છે. આ કંપનીઓને પોતાનો જવાબ આપવા માટે સમય મર્યાદા પણ આપવામા આવી છે.

નવા કાયદાની જોવા મળી રહી છે અસર

અમુક દિવસ અગાઉ કેરળની એક કન્ઝ્યૂમર કોર્ટે હેર ક્રીમ પ્રોડક્ટની જાહેરાતમાં કરાયેલા ખોટા દાવા અંગે એક ફિલ્મ એક્ટરને જવાબદાર ઠેરવ્યો હતો. ફિલ્મ એક્ટરે આ હેર પ્રોડક્ટની અસર જાણ્યા વગર જ તેને એન્ડોર્સ કરવાનું કામ શરૂ કરી દીધું હતું. ત્રિસૂરના ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યૂમર ફોરમે Dhathri હેર ક્રીમ બનાવનાર કંપની અને ફિલ્મ એક્ટર અનૂપ મેનનને 10-10 હજારનો દંડ ફટકાર્યો હતો.

ફરિયાદ કરનાર વ્યક્તિ વડક્કને જણાવ્યું કે,‘પ્રથમવાર આ હેર ક્રીમને જાન્યુઆરી 2012માં 376 રૂપિયામાં ખરીદી હતી. આ હેર ક્રીમ તેણે એક જાહેરાત જોયા બાદ ખરીદી હતી. જેમાં અનૂપ મેનન વાયદો આપે છે કે, જો આ હેર ક્રીમનો ઉપયોગ 6 અઠવાડિયા સુધી કરવામા આવે તો હેર ગ્રોથ જોવા મળશે. પરંતુ ક્રીમનો ઉપયોગ કરવાથી મને કોઈ ફાયદો થયો નહીં. જે પછી મે ગ્રાહક ફોરમમાં ફરિયાગ કરતા 5 લાખના વળતરની માગ કરી હતી.’

કેન્દ્ર સરકાર ગત વર્ષે 20 જુલાઈના ગ્રાહકોને અગાઉ કરતા વધુ મજબૂત બનાવવા અને વધુ અધિકાર આપવા માટે 34 વર્ષ બાદ નવા કન્ઝ્યૂમર પ્રોટેક્શન એક્ટ 2019 લાવી હતી. આ કાયદો દેશમાં જુના કન્ઝ્યૂમર પ્રોટેક્શન એક્ટ 1986નું સ્થાન લીધું. આ કાયદા થકી પ્રિન્ટ, ટીવી અને ડિજીટલ મીડિયા પર પ્રસારિત કરાતી જાહેરાતોનું મોનિટરિંગ કરવામા આવી રહ્યું છે. ગ્રાહકો કોઈ વસ્તુ ખરીદતા પહેલા પણ CCPA સમક્ષ ફરિયાદ નોંધાવી શકે છે.

READ ALSO

Related posts

હેલ્થ/ Dementiaના દર્દીઓ માટે આ એક્સરસાઇઝ ઉપયોગી! મેમરી લૉસની પ્રક્રિયાને ધીમી કરવામાં કરશે મદદ

Sejal Vibhani

કામની વાત / SBIએ ઘર ખરીદનારોને આપી ભેટ, તો કોટકે હોમ લોનના વ્યાજ દરમાં કર્યો ઘટાડો

Mansi Patel

સરકારનો મોટો નિર્ણય/ હવે મુસાફરોને નહીં મળે રેલવેમાં બનેલું ખાવાનું, મોબાઈલ કેટરિંગના તમામ કોન્ટ્રાક્ટ થશે રદ

Karan
Do NOT follow this link or you will be banned from the site!