GSTV
Surat ગુજરાત

સુરતમાં કિશોરી પર બે નરાધમોનું દુષ્કર્મ, ફોસલાવી રેલવે સ્ટેશનની લિફ્ટમાં લઈ જઈ આચર્યું કુકર્મ

સુરત ફરી એક વાર દુષ્કર્મનો કેસ નોંધાયો હતો. ગુજરાતમાં દુષ્કર્મના કેસ અટકવાનું નામ નથી લેતા ત્યારે સુરતના રેલવે સ્ટેશન વિસ્તારમાં કિશોરી પર દુષ્કર્મનો કેસ નોંધાયો છે. કિશોરી પર બે નરાધમોએ દુષ્કર્મ આચર્યું હતું. આ બંન્ને આરોપીઓની ગણતરીના કલાકોમાં સુરત પોલીસે ધરપકડ કરી દીધી હતી. આ આરોપીઓમાં 22 વર્ષીય રાહુલ રાજપુત અને 31 વર્ષીય બિટુ કુમાર રાજપુતનો સમાવેશ થાય છે. બન્ને આરોપીઓ સુરત રેલવે સ્ટેશનના શૌચાલય ખાતે રહેતા હતા. કિશોરીને એકલી જોઈ આ બન્ને આરોપીઓ દુષ્કર્મ આચરી ફરાર થઈ ગયા હતા. બાતમીના આધારે બન્ને આરોપીઓની સુરત પોલીસે ધરપકડ કરી હતી. આ બન્ને આરોપીઓ પર પોસ્કો અને દુષ્કર્મ અંતર્ગત કાર્યવાહી કરાઈ હતી.

માતા-પિતા સાથે થયેલા અણબનાવ બાદ ઘરેથી નીકળી મિત્ર સાથે રેલવે સ્ટેશન પર રોકાયેલી સગીરાનો એકલતાનો લાભ ઉઠાવી બે શખ્સો દ્વારા વારાફરતી દુષ્કર્મ ગુજાર્યો હતો. સગીરા પર ગુજારવામાં આવેલ દુષ્કર્મ કેસમાં પોલીસે અલગ અલગ ટીમો બનાવી બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જ્યાં બંને આરોપીઓ રેલવે સ્ટેશન પર આવેલ શૌચાલયમાં કોન્ટ્રાકટ પર કામ કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવતા પોલીસે બંને આરોપીઓના રિમાન્ડ મેળવવાની દિશામાં તજવીજ હાથ ધરી છે. ઝડપાયેલા બંને નરાધમો મૂળ બિહારના વતની હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

સુરત રેલવે સ્ટેશન પર રાત્રી દરમ્યાન મુસાફરોની સુરક્ષાને લઈ સવાલ ઉભા થયા છે. કારણ કે માસૂમ સગીરા જોડે રેલવે સ્ટેશનના જ શૌચાલયમાં કોન્ટ્રાકટ પર કામ કરતા બે કર્મચારીઓ દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવ્યો છે. જેના પગલે રાત્રી દરમ્યાન પેટ્રોલિંગના મોટા મોટા દાવા કરતી રેલવે અને આરપીએફ પોલીસની પોલ પણ ઉઘાડી પડી જવા પામી છે. રેલવે પોલીસના જણાવ્યાનુસાર ગત 19 મી મેં ના રોજ રાત્રીના બે વાગ્યાના સમય દરમ્યાન સગીરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર સૂતી હતી. જે વેળાએ રાહુલસિંહ જયકુમારસિંહ રાજપૂત અને બીટુકુમાર જગદીશસિંહ રાજપૂત ત્યાં આવી ચઢ્યા હતા. કિશોરીને તેનો મિત્ર બોલાવી રહ્યો છે કહી બંને તેણીને રેલવે સ્ટેશનની દિવ્યાંગજન અને સિનિયર સિટીઝનો માટે રહેલી લિફ્ટમાં લઈ ગયા હતા.

જ્યાં વારાફરતી બંને નરાધમો દ્વારા માસૂમ સગીર જોડે બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યો હતો. ત્યારબાદ કિશોરી કોઈને ફરિયાદ નહિ કરે તે માટે તેણીનો બંને નરાધમો દ્વારા પીછો કરવામાં આવ્યો હતો. જો કે આ ઘટના ધ્યાને આવતા જ રેલવે પોલીસ અને એલસીબીની ટીમ તપાસના કામે લાગી હતી. જ્યાં તાત્કાલિક કિશોરીનું સ્મીમેર હોસ્પિટલ ખાતે મેડિકલ પશિક્ષણ કરાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. કિશોરી સાથેના દુષ્કર્મ કેસમાં બે આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. જ્યાં રેલવે સ્ટેશન પર જ આવેલ શૌચાલયમાં કામ કરતા રાહુલસિંહ જયકુમારસિંહ રાજપૂત અને બીટુકુમાર જગદીશસિંહ રાજપૂત નામના બંને કર્મચારીઓએ સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. ઘટનામાં બંને નરાધમોની ધરપકડ કરી વધુ તપાસ રેલવે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

MUST READ:

Related posts

રથયાત્રા બાદ આઈએએસ અધિકારીઓની વ્યાપક બદલી, 14 અધિકારીઓની બદલી કરવી ફરજિયાત

Zainul Ansari

દિલ તો બચ્ચા હૈ જી / મંત્રીઓને બાળપણ યાદ આવ્યું, શિક્ષણમંત્રી અને ગૃહરાજ્યમંત્રી હીંચકે હિચક્યા

Zainul Ansari

વંદે ગુજરાતમાં અધિકારીઓ મંત્રીઓને ગાંઠતા નથી, ખબર છે કે ફરી મંત્રી નથી બનવાના

Binas Saiyed
GSTV