મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર ગેરેન્ટી યોજનામાં મોટો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. હકીકતમાં જોઈએ તો, ગ્રામિણ વિકાસ વિભાગ અંતર્ગત સામાજિક ઓડિટ એકમોને જાણવા મળ્યુ છે કે, છેલ્લા વર્ષમાં મનરેગાની વિવિધ યોજનાઓમાં 935 કરોડ રૂપિયાના કૌભાંડ આચરવામાં આવ્યા છે. કહેવાય છે કે, આ આંકડા ગ્રામિણ વિકાસ મંત્રાલયમાંથી પ્રાપ્ત થયા છે. આંકડામાં જણાવ્યા પ્રમાણે હજુ સુધી ફક્ત 12.5 કરોડ રૂપિયા એટલે કે 1.34 ટકાની જ ભરપાઈ થઈ શકી છે. આ ડેટા વર્ષ 2017-18થી વર્ષ 2020-21 સુધીના છે.

જણાવી દઈએ કે, વર્ષ 2017-18માં આ આંકડા વેબસાઈટ પર અપલોડ થવાના શરૂ થયા હતા. ત્યારથી લઈને અત્યાર સુધીમાં કેટલાય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 2.65 લાખ ગ્રામ પંચાયતોમાં છેલ્લા ચાર વર્ષોમાં ઓછામાં ઓછા એક વાર ઓડિટ કરવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે 2017-18માં મનરેગા માટે 55,659.93 કરોડ રૂપિયા ફાળવ્યા હતા, ત્યારથી આ રકમમાં વધારો થઈ રહ્યો છે. તો વળી વર્ષ 2020-21માં આ યોજનાનો ખર્ચ 1,10,355.27 કરોડ રૂપિયા પહોંચી ગઈ છે. આ યોજના પર થતો કુલ ખર્ચ 2017-18માં 63,649.48 કરોડ રૂપિયાથી વધારીને 2020-21માં 1,11,405.3 કરોડ રૂપિયા થઈ ગયા છે.

તમિલનાડૂમાં સૌથી વધારે થયો છે ગોટાળો
આ ઓડિટમાં કેટલીય નાણાકીય ખામીઓ જોવા મળી છે. જેમાં લાંચ, ગોટાળો અને સામાન માટે નકલી વેપારીઓ ઉંચી કિંમત આપીને ખરીદી કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર દક્ષિણ ભારત રાજ્ય તમિલનાડૂમાં સૌથી વધારે 245 કરોડના ગોટાળા થયા છે. આ ઉપરાંત કર્ણાટક, બિહાર, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને ઝારખંડમાં પણ કૌભાંડો થયા છે.

આ રાજ્યોમાં નથી મળ્યા કોઈ પુરાવા
આંકડાની વાત કરીએ તો, રાજસ્થાન, કેરલ, અરુણાચલ પ્રદેશ, ગોવા, લદ્દાખ, અંડમાન અને નિકોબાર, લક્ષદ્વીપ, પુડુચેરી, દાદર અને નગર હવેલી, દમણ અને દીવ જેવા રાજ્યોમાં અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મનરેગા અંતર્ગત કોઈ નાણાકીય ગોટાળા થયા નથી.

શું છે મનરેગા યોજના
મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર ગેરેન્ટી યોજના ભારતમાં લાગૂ થયેલી એક રોજગાર ગેરેન્ટી યોજના છે. જેના 7 સપ્ટેમ્બર 2005ના રોજ લાગૂ કરવામાં આવી હતી. આ યોજનામાં દરેક નાણાકીય વર્ષમાં ગ્રામિણ પરિવારના વયસ્ક સભ્યોને વર્ષમાં 100 દિવસની રોજગારી આપવામાં આવે છે. તેના માટે મજૂરોને પ્રતિ દિવસ 220 રૂપિયા મજૂરી ચુકવવામાં આવે છે.
READ ALSO
- GSTV Exclusive / અમદાવાદના આકાશમાં આ શું દેખાયું?, પરગ્રહવાસીઓ, ધૂમકેતુ કે કંઈ બીજું?
- જામનગરના ઇન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષમાંથી ઇન્ટરનેટના ડિવાઇસની થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો
- 100 ટકા બેટરી ચાર્જ થયા પછી પણ સ્માર્ટફોનને ચાર્જિંગમાંથી કાઢવામાં ન આવે, તો શુ થાય છે, જાણો
- દેશની સૌથી મોટી બેંકની સ્પષ્તા / SBIએ અદાણી ગ્રુપને અધધ.. 21000 કરોડની આપી લોન, બેંકના ચેરમેને આપ્યું નિવેદન
- હિરોઈન ચાલી કહેવા અંગે ઠપકો આપતા મામલો બિચકયો: ત્રણને ઇજા