GSTV

દુ:ખદ: મિર્ઝાપુર સીરીઝના પ્રખ્યાત એક્ટર ‘લલિત’નું થયું નિધન, મુન્ના ત્રિપાઠીએ વ્યક્ત કર્યું દુ:ખ

Last Updated on December 2, 2021 by pratik shah

મિર્ઝાપુર જેવી શ્રેષ્ઠ વેબસિરીઝમાં લલિતનો રોલ કરનાર બ્રહ્મા મિશ્રા હવે નથી રહ્યા. દિવ્યેન્દુ શર્માએ ઇન્સ્ટાગ્રામ પર લલિતનો ફોટો શેર કરીને દુઃખદ સમાચાર શેર કર્યા છે. લલિતના રોલમાં સૌના દિલ જીતી લેનાર બ્રહ્માનું આટલી નાની ઉંમરે નિધન થવું દરેકને વ્યથિત કરી રહ્યું છે. દિવ્યેન્દુ શર્માની પોસ્ટ કરીને કોઈ એ પણ માની નથી રહ્યું કે તે હવે આ દુનિયામાં નથી.

મિર્ઝાપુર 2થી દિલ જીત્યું

બ્રહ્મા મિશ્રાએ ઘણી ફિલ્મો અને સિરિયલોમાં કામ કર્યું હતું, પરંતુ તેમને ઓળખ મિર્ઝાપુર 2 ના સાઈડ રોલથી મળી હતી. સિરીઝમાં તેમના પાત્રને જોયા પછી, ભાગ્યે જ કોઈ એવું હશે જેણે તેના પર ધ્યાન ન આપ્યું હોય. એટલું જ નહીં, તેણે લલિતના પાત્રને તેની કારકિર્દીનું શ્રેષ્ઠ અને હિટ પાત્ર પણ ગણાવ્યું. એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે કહ્યું કે આ તેના જીવનનો શ્રેષ્ઠ રોલ હતો.

હાર્ટ એટેકથી બ્રહ્મા મિશ્રાના મૃત્યુ પછી સૌથી દુઃખદ વાત એ હતી કે તેમનો મૃતદેહ ત્રણ દિવસ સુધી ઘરના બાથરૂમમાં પડ્યો હતો. ત્રણ દિવસ પછી, મુંબઈ પોલીસે તેમના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેથી મોત ક્યારે અને કેવી રીતે થયું તે જાણી શકાય.

IPL

READ ALSO

Related posts

ગોવા ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગનો મહત્વપૂર્ણ ચુકાદો, આ જમીનોના વેચાણ પર નહિ ભરવો પડે જીએસટી

GSTV Web Desk

વધુ એક મંદિર બંધ / કોરોના સંક્રમણ વધતા શક્તિપીઠ બહુચરાજી આ તારીખ સુધી બંધ, દર્શનાર્થીઓ નહીં કરી શકે દર્શન

GSTV Web Desk

પ્રાકૃતિક જિલ્લાની જાહેરાત દિવા તળે અંધારા જેવી, સમગ્ર ગુજરાતને જાણ પણ ડાંગના આદિવાસી ખેડૂતો છે અજાણ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!