GSTV

Mirzapur 2: ફેન્સ માટે આવી ખુશખબરી, સમય કરતા પહેલા રિલીઝ થઈ વેબસિરીઝ મિર્ઝાપુર-2

વેબ સીરીઝ મિર્ઝાપુર જોતા લોકો માટે ખુશખબરી આવી છે. હકીકતમાં સીરીઝની સીઝન 2 સમય પહેલા જ રિલીઝ કરવામાં આવી છે. પહેલા મિર્ઝાપુર -2 23 ઓક્ટોરે એટલે કે શુક્રવારના રોજ રિલીઝ કરવાની હતી, પણ મેકર્સે એક દિવસ પહેલા જ એટલે કે, 22 ઓક્ટોબરે તેને રિલીઝ કરી દીધી છે. તો આવો અમે અહીં જણાવી દઈએ કે ક્યાં અને ક્યારે જોઈ શકશો.

અહીં ‘મિર્ઝાપુર 2’ ના તમામ 10 ભાગો જુઓ

પંકજ ત્રિપાઠી (અખંડાનંદ ત્રિપાઠી ઉર્ફે કાલીન ભૈયા), અલી ફઝલ (ગુડ્ડુ ભૈયા), દિવ્યાન્દુ શર્મા (ફૂલચંદ ઉર્ફે મુન્ના ત્રિપાઠી) જેવા સ્ટાર્સથી શણગારેલી વેબ સીરીઝ ‘મિર્ઝાપુર 2’ ના તમામ 10 ભાગના ઓટીટી પ્લેટફોર્મ્સ એમેઝોન પ્રાઇમ વિડિઓ પર રજૂ કરવામાં આવ્યા છે. જો તમે પ્રાઈમ મેમ્બર છો, તો તમે તેને અહીં સરળતાથી જોઈ શકો છો.

‘મિર્ઝાપુર 2’ ની સ્ટારકાસ્ટ

મિહિર દેસાઇ અને ગુરમીત સિંહ દ્વારા દિગ્દર્શિત, ‘મિર્ઝાપુર 2’ સ્ટાર પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, દિવ્યાન્દુ શર્મા, તેમજ શ્વેતા ત્રિપાઠી, રાજેશ તૈલાંગ, શ્રેયા પિંગલાવકર, રસિકા દુગ્ગલ, લિલિપુટ, કુલભૂષણ ખારબંડા જેવા કલાકારો છે.

‘મિર્ઝાપુર’ ની પહેલી સીઝન 2018 માં આવી હતી

વેબ સિરીઝ ‘મિરઝાપુર’ ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીએ તૈયાર કરી છે. જણાવી દઈએ કે સિરીઝની પ્રથમ સિઝન 16 નવેમ્બર, 2018 ના રોજ પ્રસારિત થઈ હતી. પ્રથમ સિઝન એકદમ સફળ રહી હતી. પ્રેક્ષકો ‘મિર્ઝાપુર 2’ માટે રીતસરના રાહ જોઈ રહ્યા હતા.જો કે હવે તેમના માટે સારા સમાચાર આવ્યા છે.

READ ALSO

Related posts

અમદાવાદમા દર વર્ષે યોજાતા ફ્લાવર શોના આયોજન અંગે પ્રશ્નાર્થ, કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ

Nilesh Jethva

છેલ્લા 12 વર્ષથી અમદાવાદમાં યોજાતો કાંકરિયા કાર્નિવલ કોરોનાને કારણે કરાયો રદ

Nilesh Jethva

અમદાવાદમાં તંત્રની કોરોના સામેની કામગીરીથી ભાજપના જ કોર્પોરેટરો નારાજ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!