GSTV

મિર્ચપુર કાંડઃ 20 દોષિતોને આજીવન કેદની સજા, જીવતા સળગાવ્યા હતા દલિત પિતા-પુત્રી

હરિયાણાના મિર્ચપુર કાંડમાં દિલ્હી હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. 2010ના મિર્ચપુર કાંડમાં તમામ વીસ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. દિલ્હી હાઈકોર્ટે તમામ દોષિતોને એસસી-એસટી એક્ટ હેઠળ સજા ફટકારી છે. 2010ના હરિયાણાના મિર્ચપુર કાંડમાં અનુસૂચિત જાતિના લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેમા બે ડઝનથી વધારે દલિતોના મકાનોની આગચંપી કરી હતી.

આ મામલામાં દિલ્હીની નીચલી અદાલતે ત્રણ લોકોને આજીવન કેદની સજા ફટકારી હતી. આ ત્રણ દોષિતો સિવાયના બાકીના 17 લોકોને પણ મિર્ચપુર કાંડમાં દોષિત માનીને દિલ્હી હાઈકોર્ટે તેમને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટનું કહેવું છે કે આ ઘટનામાં અનુસૂચિત જાતિના 254 પરિવારોના જીવન અસરગ્રસ્ત બન્યા હતા.

તેમને પોતાનું ગામ મિર્ચપુર છોડીને હિજરત કરવી પડી હતી. આઝાદીના 70 વર્ષ બાદ પણ અનુસૂચિત જાતિના લોકો સાથે આવા પ્રકારની ઘટના બેહદ શરમજનક છે. અનુસૂચિત જાતિના લોકો વિરુદ્ધ હજીપણ અત્યારારો ઓછા થયા નથી. કોર્ટે આદેશ આપ્યો છે કે હરિયાણા સરકાર અસરગ્રસ્ત બનેલા અનુસૂચિત જાતિના લોકોનું પુનર્વસન કરે.

મિર્ચપુર કાંડની ઘટના આઠ વર્ષ જૂની છે. એપ્રિલ-2010માં હરિયાણાના મિર્ચપુરમાં 70 વર્ષના એક અનુસૂચિત જાતિના વૃદ્ધ અને તેમની પુત્રીને જીવતા સળગાવી દેવાની કમનસીબ ઘટના બની હતી. બાદમાં આ ગામમાંથી દલિતોએ હિજરત કરી હતી. આ મામલામાં હુલ્લડ ભડકાવવાના સાત દોષિતોને દોઢ વર્ષની સજા મળી અને એક વર્ષના પ્રોબેશન પર દશ-દશ હજારના વ્યક્તિગત બોન્ડ પર મુક્ત કરવામાં આવ્યા હતા.

મહત્વપૂર્ણ છે કે 2011માં પોતાના ચુકાદામાં 82 આરોપીઓને દિલ્હીની રોહિણી કોર્ટે મુક્ત કરી દીધા હતા. જ્યારે પંદરને દોષિત ઠેરવીને તેમને સજા ફટકારવામાં આવી હતી. આ મામલામાં કુલ 97 લોકો આરોપીઓ હતા.

Related posts

આજે ભારત બંધ, કેન્દ્રની મોદી સરકારની ડિકેટશન નીતિઓ વિરુદ્ધ સેન્ટ્રલ ટ્રેડ યુનિયનની એક દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાલ

pratik shah

દરેક નાગરિકને મોદી સરકાર આપી રહી છે 1,30,000 રૂપિયા? જાણો વાયરલ થઇ રહેલા આ મેસેજની શું છે હકીકત

Bansari

અહેમદ પટેલઃ સંકટમોચક અને અડીખમ યોદ્ધાની વિદાય, કોંગ્રેસને ન પૂરાય એવી પડી ખોટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!