GSTV
Home » News » ચમત્કાર! શિરડીમાં સાક્ષાત સાંઈબાબાએ આપ્યા દર્શન, દ્વારકામાઈની દિવાલ દેખાઈ છબિ

ચમત્કાર! શિરડીમાં સાક્ષાત સાંઈબાબાએ આપ્યા દર્શન, દ્વારકામાઈની દિવાલ દેખાઈ છબિ

આને ચમત્કાર કહીએ કે બીજુ કશું પરંતુ આસ્થાથી ઉત્પ્રેરિત હજારો આંખોએ આજે દ્વારકામાઈમાં સાક્ષાત સાઈ બાબાનાં દર્શન કર્યા હતા. કહેવાઈ રહ્યુ છેકે, સાઈના દ્વારે દ્વારકામાઈની દિવાલ પર લોકોએ સાક્ષાત સાઈબાબાની આકૃતિની ઝલક જોઈ હતી. એક તરફ ભક્તો તેને ચમત્કાર માનીને સાંઈની કૃપા કહી રહ્યા છે. તો અન્ય લોકો તેને ફક્ત આંખોનો ધોકો કહી રહ્યા છે.

આ ઘટના ગુરુવાર રાતની છે, રાત્રે સાંઈબાબાના દરબારમાં શયન આરતી થઈ રહી હતી. અને ભક્તો આરતીમાં મગ્ન હતા. આરતી બાદ સૌથી વધારે ભક્તો બહાર જતા રહ્યા હતા. થોડાક જ ભક્તો મુખ્ય પરિસરમાં હાજર હતા. રાત્રે સાડા અગ્યાર વાગ્યે દ્વારકામાઈની દિવાલ પર અચાનક એક ધૂંધળી આકૃતિ ઉભરાઈ હતી.

ભક્તો તેને સાક્ષાત સાંઈની છબિ કહી અને તરત જ સાંઈનાં જયકારા સાથે દ્વારકામાઈ ગુંજી ઉઠી હતી. આસપાસ રોકાયેલાં ભક્તો દ્વારકામાઈ તરફ દોડી ગયા હતા અને પરિસર ભક્તોથી ભરાઈ ગયુ હતુ. ભક્તોએ દાવો કર્યો છેકે, દિવાલ પર સાઈબાબાનો ફોટો ઉપસ્યો છે. તે સાંઈબાબાના આશીર્વાદ છે.

સોશિયલ મીડિયા દ્વારા આ અહેવાલ જંગલમાં લાગેલી આગની જેમ ફેલાઈ ગયા હતા. અને દ્વારકામાઈમાં જબરદસ્ત ભીડ ઉભરાઈ રહી છે.

READ ALSO

Related posts

IASના ઈન્ટરવ્યૂમાં પુછવામાં આવે છે આ પ્રકારના સવાલ, તમે તૈયારી કરી રહ્યા છો? તો જરૂરથી વાંચી લો

Arohi

પાકિસ્તાનીઓને હવે મોત પણ મોંઘી પડશે, કબર પર આટલો ટેક્સ લગાવશે સરકાર

Bansari

બાળકીનો રેપ કરીને સાઉદી ભાગી ગયો આરોપી, મહિલા IPS ઓફિસરે આ રીતે દબોચ્યો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!