GSTV
Others Sports Trending

મીરાબાઈ, જેરેમી અને અંચિતા એશિયન વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપનો ભાગ નહિ હોય ; જાણો શું છે કારણ

ભારતના સ્ટાર વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુ, જેરેમી લાલરિનુંગા અને અચિંતા શેઉલી સહિતના ટોચના સ્ટાર્સ આગામી એશિયન વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લેવાના નથી. ભારતીય વેઈટલિફ્ટર આ સમય દરમિયાન અમેરિકામાં સાડા ત્રણ સપ્તાહના સ્ટ્રેન્થ એન્ડ કન્ડિંશનિંગ કેમ્પમાં ભાગ લેવા જશે.

ટોક્યો ઓલિમ્પિકની સિલ્વર મેડાલીસ્ટ અને કોમનવેલ્થ ગેમ્સની ગોલ્ડ મેડાલીસ્ટ મીરાબાઈની સાથે જેેરેમી, અચિંતા, સંકેત સરગર, બિદિયા રાની દેવી, ગુરદીપ સિંઘ, આર. વી. રાહુલ, જ્હીલી દાલાબેહરા અમેરિકાના સેંટ. લુઈસમાં સાડા ત્રણ સપ્તાહના સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ કેમ્પમાં ભાગ લેશે.

ભારત તારીખ ૬ થી ૧૬ ઓક્ટોર દરમિયાન બહેરિનના માનામા ખાતે યોજાનારી એશિયન ચેમ્પિયનશિપ બી ટીમ ઉતારશે. ભારતના ટોચના વેઈટલિફ્ટર્સની નજર ડિસેમ્બરના પ્રારંભે રમાનારી વર્લ્ડ ચેમ્પિયશિપ પર છે, જે કોલંબિયામાં યોજાશે.

Read Also

Related posts

બોલિવૂડ / અજય દેવગણની દ્રશ્યમ ટુનો બોક્સ ઓફિસ પર ધમાલ યથાવત, નવમાં દિવસે કલેક્શનમાં મોટો ઉછાળો

Hardik Hingu

વેડિંગ લોન / લગ્ન માટે પણ મળી શકે છે લોન, હોવા જોઈએ આ જરૂરી દસ્તાવેજ

Akib Chhipa

દિલ્હી એમસીડી ચૂંટણી 2022: ”રેપિસ્ટ હવે થેરાપીસ્ટ બની ગયા છે’, સત્યેન્દ્ર જૈનના મસાજ વાળા વીડિયો પર જેપી નડ્ડાનો ટોણો

GSTV Web Desk
GSTV