GSTV
News Trending World

ફિલ્મ સર્જક મીરા નાયરનો પુત્ર અમેરિકાની ચૂંટણીમાં આ વિધાનસભામાં ચૂંટાયો, આ પક્ષનો હતો ઉમેદવાર

મીરા

ફિલ્મ સર્જક મીરા નાયરના યુગાન્ડીયન-ભારતીય પુત્ર ઝોહરાન ક્વામી મમદાણી ન્યુયોર્ક સ્ટેટ એસેમ્બલીમાં ચૂંટાઇ આવ્યો હતો. આમ ન્યુયોર્ક વિધાનસભામાં ચૂંટાઇ આવનાર બે ભારતીયોમાં એક ઝોહરાનનો સમાવેશ થાય છે.36મા વિધાનસભા ડિસ્ટ્રિકટ માટે ડેમોક્રેટિક ઉમેદવાર ઝોહરાન મમદાણી વર્તમાન એસેમ્બલી સભ્ય અરાવેલા સિમોટાસને ડેમોક્રેટિક પ્રાઇમરીમાં હરાવી સામાન્ય ચૂંટણીમાં બિન હરિફ ચૂંટાયો હતો. જૂન પ્રાઇમરીમાં નાંખવામાં આવેલા મતોમાં તેને 8410 મત આૃથવા 51.2 ટકા મળ્યા હતા.

મતદાન પુરૂં થયા પછી મમદાણી આપોઆપ જ વિજયી બન્યા

ન્યુયોર્ક શહેરમાં મંગળવારે મતદાન પુરૂં થયા પછી મમદાણી આપોઆપ જ વિજયી બન્યા હતા. વિધાનસભામાં પહેલી વાર ચૂંટાઇ આવનાર ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ ઓફ અમેરિકા પાર્ટીના તેઓ પ્રથમ ઉમેદવાર હતા. જીત પછી ઝોહરાને ટ્વિટ કર્યું હતું ‘ઝોહરાન આવી ગયો, હવે પરિવર્તન આવશે’.

મીરા

પોતાના વેબસાઇટમાં ઝોહરાને લખ્યું હતું કે સમય આવી ગયો છે કે દરેક ન્યુયોર્કરને ઘર મળવું જોઇએ. ભલે ને તે પૈસા ભરી શકે કે નહીં. આપણી શાળાઓને અલગ કરવાનો પણ સમય આવી ગયો છે. રોકડ બિલ તદ્દન નાબુદ કરવા પડશે, કામની જગ્યાએ થતાં ભેદભાવને મીટાવવું પડશે અને સામાજીક, વંશિય, આર્થિક તેમજ પર્યાવરણીય લડાઇ લડવી પડશે તેમજ અનેક લોકોને ન્યાય આપાવવું પડશે.

Read Also

Related posts

પાકિસ્તાન સરકારની સ્થિતિ કથળી, ખર્ચ ચલાવવા માટે ભાડે આપી ન્યુયોર્કની પોતાની હોટલ

Vushank Shukla

આદિપુરુષનું એક્શન ટ્રેલર લોન્ચ, રાવણ સામે લડતા દેખાયા રામ, જમા થઈ હજારોની ભીડ

Vushank Shukla

ઓડિશા ટ્રેન દુર્ઘટનાના પીડિતોને મદદના નામે આપી 2-2 હજારની નોટ! બીજેપી અને TMC સામસામે

Vushank Shukla
GSTV