GSTV

કબિરસિંહ જોયા બાદ મીરા રાજપૂતને શાહિદ કપૂર પર ગર્વ, આપ્યો આ રિવ્યૂ

Last Updated on June 21, 2019 by Alap Ramani

બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરની કબીરસિંહ મૂવી રિલીઝ થઈ ગઈ છે. પ્રેમ અને જુદાઈની આ બેસ્ટ લવસ્ટોરીમાં શાહિદ કિયારા અડવાણી સાથે જોવા મળ્યો છે. સોશિયલ મીડિયા પર આ મૂવીને જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યા છે.

કબીરસિંહની સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવી છે. ફિલ્મ જોયા પછી શાહિદની પત્નીએ ઈન્સ્ટાગ્રામ પર તેના વખાણ કર્યા હતા.

મીરા રાજપૂતે સોશિયલ મીડિયા પર કબિરસિંહનો લુક શેર કરતાં લખ્યું, ‘આ જમાને આઝમાલે રુઠતા નહીં, ફાસલો સે હોંસલા તૂટતા નહીં. બેબી મને તમારા પર ગર્વ છે. અત્યારે તમારે શાઈન કરવાનો સમય છે.’ કબિરસિંહ જોયા બાદ તેના ફેન્સ પણ શાહિદની એક્ટિંગના ઘાયલ થઈ ગયા હતા.

શાહિદની લાઉડ ભૂમિકા બધાને ઈમ્પેસ કરી રહી છે. શાહિદ ઉપરાંત ફેન્સને કિયારાની સાદગી પણ ગમી રહી છે. ટ્રેડ એનાલિસ્ટ મુજબ કબિરસિંહ બોક્સઓફિસ પર પહેલા દિવસે 7 કરોડનું કલેકશન કરી શકે છે. બોલિવૂડ સેલેબ્સે પણ કબિરસિંહના વખાણ કર્યા છે. ફિલ્મ મેકર કરણ જોહરે કબિરસિંહને મોડર્ન દેવદાસનો ટેગ આપ્યો છે.

કબિરસિંહનું નિર્દેશન સંદિપ વાંગાએ કર્યું છે. આ ફિલ્મ તેલુગુ બ્લોકબસ્ટર અર્જુન રેડ્ડીની ઓફિશિયલ હિન્દી રિમેક છે. અર્જુન રેડ્ડીને જબરદસ્ત સફળતા મળી છે. હવે આ ઉમ્મીદ શાહિદની કબિરસિંહ પાસે પણ રાખી શકાય છે. જોવાનું રહે કે બોક્સઓફિસ પર કબિરસિંહ સલમાનની ભારત કરતાં સારું પરર્ફોમન્સ કરે છે કે નહીં.

Read Also

Related posts

HEALTH/ બ્રેકફાસ્ટમાં આ હેલ્ધી ફુડ્સને ટ્રાય કરો, સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ રહેશે

Damini Patel

આદેશ/ મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત સુપ્રીમ કોર્ટનો ચુકાદો, જમાઈ સાથે રહેતી સાસુ વળતર માટે છે હકદાર

Pravin Makwana

વધતી મોંઘવારી વચ્ચે ઓછા રોકાણથી શરૂ કરો આ શાનદાર બિઝનેસ: દર મહિને થશે તગડી આવક, સરકાર પણ કરશે મદદ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!