GSTV

CAAના વિરોધમાં BJPના 90 મુસ્લિમ નેતા અને કાર્યકર્તાએ છોડી પાર્ટી

Last Updated on January 24, 2020 by Pravin Makwana

નાગરિકતા સંશોધન કાયદાનો મુસ્લિમ સમુદાય વિરોધ કરી રહ્યા છે. ભાજપનો અલ્પસંખ્યક મોર્ચો આ અંગે દ્વિધા અનુભવી રહ્યો છે કે, તે પાર્ટીને સાથ આપે કે પછી લઘુમતી સમુદાય સાથે ઉભો રહે. આ જ ક્રમમાં ઈન્દોર ભાજપના મંડળ અને મોરચા સાથે જોડાયેલા અલગ અળગ પદ પર કામ કરનારા 90 સભ્યોએ પાર્ટી છોડી દીધી છે.

રાજીનામા આપનારા ભાજપ કાર્યકર્તાઓનું કહેવું છે કે, સીએએના માધ્યમથી દેશને ધાર્મિક આધાર પર વહેંચવાનું કામ કેન્દ્ર સરકાર કરી રહી છે. જે સંવિધાનની મૂળ ભાવના સાથે મજાક છે. ત્યારે આવા સમયે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાને પોતાનું રાજીનામું આપ્યું છે. ઈન્દોરમાં મીડિયા સાથે વાતચીતમાં લઘુમતીઓના નેતા રાજીક ફર્શીવાલાએ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર આ કાયદાને લાગુ કરી અસંવૈધાનિક પગલું ભરી રહી છે. એટલા માટે દરેક સભ્યો પદ પરથી રાજીનામા આપી રહ્યા છે.

READ ALSO

Related posts

અલવિદા જનરલ / દેશે ગુમાવ્યા આજે સેનાના ઉત્તમ નાયક, ક્યારેય નહિ ભૂલી શકે તેમની શૌર્યગાથા

Zainul Ansari

CBSE 2022 / સીબીએસઈ સત્ર 2021-22 માટે ધોરણ 9 અને 11માના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન આ તારીખથી શરૂ, શાળાઓએ આ બાબતો કરવી પડશે સુનિશ્ચિત

Zainul Ansari

જોબ એલર્ટ / બેન્કમાં નોકરી કરવા માટેની સોનેરી તક, ફ્રેશર્સ માટે જાહેર કરી બમ્પર ભરતી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!