GSTV

પિશાચી કૃત્ય/ ભાજપનું સ્ટીકર લગાવેલી કારમાં સગીરાને પીંખી નાખી, ગૌરક્ષા સેવા સમિતિ સાથે જોડાયેલો છે આરોપી

મેરઠમાં ભાજપનું સ્ટીકર લગાવેલી ગાડીમાં 11માં ધોરણમાં ભણતી સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ ઘટના ત્યારે ઘટી હતી, જ્યારે આ સગીરા કરાટે શિખવા માટે જઈ રહી હતી. હાલત એટલી ખરાબ થઈ હતી કે, સગીરાને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવી પડી હતી. પોલીસે આ કારને જપ્ત કરી લીધી છે. પોલીસે આ ઘટનામાં ભાજપ તથા ગૌરક્ષા સેવા સમિતિના લોકો જોડાયેલા હોવાનું કહ્યુ છે.જે બાદ પોલીસે તેમની ધરપકડ પણ કરી લીધી છે.

આરોપીએ જણાવ્યુ તે, ભાજપ અને ગૌરક્ષા સેવા સમિતિ સાથે જોડાયેલો છે

આ ઘટના શુક્રવાર સાંજે પાંચ વાગ્યાની છે. મેરઠના એક વિસ્તારમાં 16 વર્ષિય એક નામાંકિત સ્કૂલની 11માં ધોરણમાં ભણતી વિદ્યાર્થિની સાથે ઘટના ઘટી છે. આ વિદ્યાર્થિની કોલેજમાં કરાટે શિખવા જતી હતી. જ્યાં તેને કોલેજની નજીકમાં તેના સિનિયર ખેલાડી મળ્યા, કરાટે શિખવાની વાત કહીને સગીરાની સ્કૂટી સાઈડમાં પાર્ક કરાવી અને તેને ગાડીમાં બેસાડી લીધી. ત્યાર બાદ આરોપીઓ આ સગીરાને એક સુમસામ જગ્યાએ ગાડીમાં લઈ ગયા. જ્યાં તેને જાનથી મારી નાખવાની ધમકી આપી તેની સાથે વારંવાર દુષ્કર્મ કર્યુ અને સગીરના પીંખી નાખી. આવુ જઘન્ય કૃત્ય કર્યા બાદ આરોપીઓ સગીરાને ત્યાં જ મુકીને નાસી ગયા હતા. આ ઘટના પર એસએસપી અજય સાહનીએ જણાવ્યુ હતું કે, આ ઘટનાનો આરોપી પુલકિત સૈનીને પ્રેમપુરીમાંથી દબોચી લીધો છે. સાથે જ તેની ગાડીને પણ જપ્ત કરી લેવામાં આવી છે. આ બાજૂ આરોપી પુલકિતે કહ્યુ છે કે, તે ભાજપ અને ગૌરક્ષા સેવા સમિતિ સાથે જોડાયેલો કાર્યકર્તા છે.

15 કલાક બાદ ભાનમાં આવી સગીરા

વિદ્યાર્થિની સાથે થયેલી આ દુષ્કર્મની ઘટના બાદ પોલીસે ફોરેન્સિક ટીમને બોલાવી, તપાસ કરાવી તો સૌ કોઈ ચોંકી ગયા હતા, કારની પાછળની સીટ આખી લોહીલુહાણ હતી. જે સમયે સગીરા ઘરે પહોંચી તો તેને આખા કપડા લોહીથી ખરડાયેલા હતા. સગીરાની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી, 15 કલાક બાદ તે કંઈક બોલવા જેવી સ્થિતીમાં આવી હતી.

READ ALSO

Related posts

દશેરા અને દિવાળીના તહેવારો પહેલા આરોગ્ય વિભાગનું સરપ્રાઈઝ ચેકિંગ, 500 જેટલા નમૂનાઓ લેવામાં આવ્યાં

Nilesh Jethva

કાળી મજૂરી કરી મીઠું પકવતા અગરિયાઓની વેદના, આવું શોષણ તો અંગ્રેજોના સમયમાં પણ નહોતું થતું

Nilesh Jethva

મધ્યપ્રદેશ પેટા ચૂંટણીને લઈને શિવરાજ સિંહ ચૌહાણે જનતાને આપ્યું કોરોના વેકસીનનું ‘ગાજર’

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!