GSTV

Big News / ગલવાન ઘાટીમાં ફરી ચીની સૈનિકો અને ભારતીય સેના આવી ગઈ આમને-સામને, ચીન કરી રહ્યું છે આ હરકત

Last Updated on May 23, 2021 by Dhruv Brahmbhatt

ગલવાન ઘાટીમાં ફરી એકવાર મોટી તકરાર થતાં બચી ગઈ છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું કે, મેના પ્રથમ સપ્તાહમાં પૂર્વી લદ્દાખની ગલવાન ઘાટીમાં નો-પેટ્રોલિંગ ઝોનમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે એક સામાન્ય તકરાર થઇ હતી. જો કે કોઇ હિંસક ઝડપ ન હોતી થઇ અને બંને પક્ષો થોડી જ વારમાં શાંત થઇ ગયાં હતાં.

15 જૂન 2020ની ઘટના બાદ ગલવાન ઘાટીના વાઇ જંક્શન પાસે સંઘર્ષ સ્થળની બંને બાજુએ અંદાજે 3 કિમી, લગભગ 1.5 કિમી પ્રત્યેકમાં એક નો-પેટ્રોલિંગ ઝોન બનાવવામાં આવ્યો હતો કે જ્યારે 20 ભારતીય સેનાના જવાનો શહીદ થયા હતાં. તમને જણાવી દઇએ કે, એ સમયે ચીની સૈનિકો સાથે હિંસક ઝડપ થઇ હતી.

નો-પેટ્રોલિંગ ઝોન બનાવ્યા બાદ બંને તરફથી જાસૂસી કરવામાં આવતી હતી

ગત વર્ષે, નો-પેટ્રોલિંગ ઝોન બનાવ્યા બાદ બંને તરફથી જાસૂસી કરવામાં આવતી હતી કે સામેવાળા તરફથી કોઈ ઘૂસણખોરી કે સીમા રેખાનું ઉલ્લંઘન તો નથી કરી રહ્યું ને! જુદી જુદી લાઇન્સ પર પેટ્રોલ પાર્ટીઓ મોકલવામાં આવતી હતી. એક દિવસે ભારત અને ચીનની પેટ્રોલ પાર્ટીઓ એક જ સમયે આ એરિયામાં આવી પહોંચી અને સામાન્ય ઘર્ષણ પણ થયું હતું. પરંતુ તેઓ તુરંત તે સ્થળેથી નીકળી ગયા હતા. અધિકારીએ માહિતી આપી હતી.

galwan ghati

અધિકારીએ વધુમાં જણાવ્યું કે નો-પેટ્રોલિંગ ઝોન પાસે હજુ પણ ચીનના કેમ્પસ છે અને ગત વર્ષના સૈન્ય ખડકલામાં કોઈ ઘટાડો નથી કરવામાં આવ્યો. અધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે બંને બાજુ તરફથી અવારનવાર પેટ્રોલિંગ કરવામાં આવે છે તેમાં કોઈ શંકા નથી.

એ પણ યાદ કરી શકાય કે, એપ્રિલ-મે 2020 પહેલાં, જ્યારે ચીનએ ગલવાનમાં વિશેષ સ્થાન પર સૈનિકોને ભેગાં કર્યા હતાં, એવો દાવો કરતા કે, આ ચીની ક્ષેત્ર છે, બાદમાં ભારતીય સૈનિકોએ નિયમિત રીતે તે ક્ષેત્રમાં પેટ્રોલિંગ શરૂ કર્યું હતું, જેને વાસ્તવિક રેખાની ભારતની ધારણાની અંદર કહેવામાં આવે છે. પહેલાં ચીની પિપુલ્સ લિબરેશન આર્મી (PLA) પેટ્રોલિંગ કરતી હતી અને ચાલી જતી હતી. પરંતુ એપ્રિલ-મે 2020 બાદથી તેને LAC ની ભારતની ધારણાના 600-800 મીટરની અંદર સ્થાયી ઉપસ્થિતિ ગણાવી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

Corona Effect/ કોરોના પછી બદલાઈ ગયો માતાના દૂધનો કલર, પરિવર્તન જોઈ ચોકી ગઈ મહિલા

Damini Patel

શું તમે અમદાવાદ એરપોર્ટથી મુસાફરી કરવાના છો તો તમારે રાખવું પડશે ખાસ ધ્યાન, એરપોર્ટ 31 મે સુધી દરરોજના 9 કલાક રહેશે બંધ

pratik shah

ચેતવણી/હજુ પહેલા કરતા વધુ ખતરનાક બનશે કોરોના ! એક્સપર્ટનો દાવો- ઓમિક્રોન પછી પણ આવશે નવો વેરિએન્ટ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!