GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

ICMRની ખૂલી પોલ : કોરોનાની રસી મામલે સરકારનો મોટો ખુલાસો, 2021 સુધી રાહ જુઓ

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) અને કોરોના રસીને લઈને મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રાલય વચ્ચે કોઈ તાલમેલ જોવા મળતો નથી. જો કે, મંત્રાલયે તેની પ્રેસ રિલીઝમાંથી નિવેદનને હટાવી દીધું છે, જેમાં બંને વચ્ચે મતભેદ દર્શાયો હતો.

અગાઉ 15 ઓગસ્ટે રસી આવવાની સંભાવના વ્યક્ત કરાઈ હતી

મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રાલય તેની અખબારી યાદીમાં જણાવ્યું છે કે, વિશ્વવ્યાપી રસી બનાવવાની 140 કંપનીઓમાંથી 11, COVAXIN અને ZyCov-Dની સાથે માનવ પરીક્ષણના હાલ તબક્કામાં છે, પરંતુ આ રસીઓમાંથી એક પણ રસી હ્યૂમન માટે 2021 પહેલા ઉપયોગમાં લઈ શકાય તેમ નથી. જો કે, પ્રેસ રિલીઝમાં ‘આ રસીઓમાંથી કોઈ પણ 2021 પહેલાં સામૂહિક ઉપયોગ માટે તૈયાર થવાની સંભાવના નથી’ તેવુ જણાવામાં આવ્યુ છે. દેશમાં કોરોના રસી તૈયાર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. તે જ સમયે ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઈસીએમઆર) એ આ વર્ષે 15 ઓગસ્ટે આ રસી શરૂ કરવાની અપેક્ષા રાખી છે.

મંત્રાલયે કરી પાછીપાની

આઈસીએમઆર ડીજી ડોક્ટર બલારામ ભાર્ગવે 2 જુલાઈએ અગ્રણી સંશોધનકારોને કોરોના રસીની ક્લિનિકલ ટ્રાયલ વહેલી તકે પૂર્ણ કરવા જણાવ્યું હતું, જેથી 15 ઓગસ્ટે વિશ્વને પ્રથમ કોરોના રસી મળી શકે છે તેવી સંભાવના દર્શાવવામાં આવી હતી.

નિષ્ણાતોએ સ્વીકાર્યું હતું કે, 15 ઓગસ્ટ સુધી રસી બનાવવી શક્ય નથી. આવી સૂચનાઓએ ભારતની ટોચની તબીબી સંશોધન સંસ્થા આઇસીએમઆરની છબીને કલંકિત કરી છે. તો વળી મંત્રાલયે એમ પણ કહ્યું હતું કે, રસી 2021 સુધીમાં રજૂ કરવામાં આવશે.

એક વર્ષ પહેલા વેક્સીન આવવી અસંભવ

વિજ્ઞાન મંત્રાલયે તે પણ કહ્યું કે, દુનિયાભરની 140 વેક્સિનમાંથી 11 હ્યુમન ટ્રાયલના સ્ટેજ પર છે અને તે કોરોનાના ખાત્માની શરૂઆત છે. મંત્રાલયે કહ્યું કે, કોરોનાની વેક્સિન અંધારામાં આશાના એક કિરણની જેમ હશે. પહેલા પણ ભારત વૈક્સિન બનાવવામાં આગળ રહ્યું છે. યૂનીસેફને પણ 60% વેક્સિનની સપ્લાઈ ભારત કરે છે. ICMRએ જ્યારે દાવો કર્યો કે, 15 ઓગસ્ટ સુધી કોરોનાની વેક્સિનને ઉપયોગમાં લાવવાના પ્રયાસ કરવામાં આવશે તો તેના એક દિવસ બાદ જ વૈજ્ઞાનિક અને ઔદ્યોગિત વિકાસ પરિષદ CSIR-CCMBને ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, આ પ્રક્રિયામાં ઘણી ક્લિનિકલ ટ્રાયલ કરવી પડે છે અને તેથી એક વર્ષ પહેલા વેક્સિનને લાવવી શક્ય નથી. જ્યારે ICMRએ કહ્યું કે, કોરોના જેવી ખતરનાક બિમારીની વેક્સિન માટે ક્લિનિકલ ટ્રાયલની જરૂર છે અને દુનિયાભરમાં ફાસ્ટ ટ્રેકથી તે કરવાના પ્રયાસો થઈ રહ્યાં છે.

READ ALSO

Related posts

દેશમાં દર પંદર મિનિટે એક બળાત્કાર, બાળકોની હાલત સૌથી વધારે ખરાબ

Bansari

ટ્રમ્પ અધવચ્ચેથી પ્રેસ કોન્ફરન્સ છોડીને જતા રહ્યાં, આ હતું મોટું કારણ

pratik shah

વડોદરાના અકોટા વિસ્તારમાં પડ્યો મોટો ભૂવો, તંત્રની ખૂલી પોલ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!