GSTV
India ટોપ સ્ટોરી

ગૃહ મંત્રાલયે પંજાબ CM ભગવંત માનનું સુરક્ષા કવચ વધાર્યું, મળશે ઝેડ પ્લસ સિક્યોરિટી

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે z+ની સિક્યુરિટી ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કર્યો છે. ખાલીસ્તાની નેતા અમૃતપાલ સિંહની ધરપકડ પછીથી તેમની સિક્યોરિટી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સીએમ માનને હવે સમગ્ર દેશમાં ઝેડ પ્લસની સુરક્ષા મળશે. તેમને આ સુરક્ષા સીઆરપીએફ તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવશે. સીઆરપીએફ તરફથી તેમને સમગ્ર દેશમાં ઝેડ પ્લસ સુરક્ષા કવર આપવામાં આવશે.

ઝેડ પ્લસ સિક્યોરિટી આપવાનો નિર્ણય કેન્દ્ર સરકાર કરે છે. જાસૂસી વિભાગો દ્વારા પ્રાપ્ત માહિતીના આધારે ઝેડ પ્લસ અને અન્ય પ્રકારની સુરક્ષા વીઆઈપી લોકોને આપવામાં આવે છે. ઝેડ સિક્યોરિટી બે પ્રકારની હોય છે. એક ઝેડ પ્લસ અને બીજી ઝેડ સિક્યોરિટી. સામાન્ય રીતે કેન્દ્રના મોટા મંત્રીઓ અને રાજ્યના મુખ્યમંત્રીઓને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવે છે.

READ ALSO…

Related posts

મહારાષ્ટ્રમાં અમિત શાહના રાહુલ પર પ્રહાર: ‘રાહુલ બાબા દેશને બદનામ કરવામાં વ્યસ્ત, ભારતમાં બહુ ઓછા લોકો તેમની વાત સાંભળે છે’

Hardik Hingu

નસીરુદ્દીન શાહે માંગવી પડી પાકિસ્તાનીઓની માફી, જાણો શું છે મામલો

Nakulsinh Gohil

Biparjoy Cyclone / બિપરજોય વાવાઝોડાને કારણે કચ્છના તમામ 7 બંદરો પર એલર્ટ, કંડલા અને મુન્દ્રામાં કામગીરી ઠપ્પ

Nakulsinh Gohil
GSTV