દિલ્હી વિધાનસભામાં બજેટ રજૂ થવાને લઈને સોમવારથી ચાલી રહેલા ઘમાસાણ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે દિલ્હીના બજેટને વિધાનસભામાં રજૂ કરવાની મંજૂરી આપી દીધી છે. દિલ્હી વિધાનસભામાં કેજરીવાલ સરકારે બજેટ રજૂ કરવા પર કેન્દ્રીય ગૃહમંત્રાલયે સોમવારે રોક લગાવી દીધી હતી. એ પછીથી દિલ્હી વિધાનસભામાં મંગળવારે બજેટ રજૂ ન થવાને લઈને બીજેપી અને આપ પાર્ટી વચ્ચે રાજકીય ઘમાસાણ ચાલુ છે. બીજી તરફ રાજકીય ગલિયારામાં એ વાતની પણ ચર્ચા થઈ રહી છે કે જો બીજેપી આપ વચ્ચે વિવાદ નહીં ઉકેલાય અને 31 માર્ચ સુધી દિલ્હી વિધાનસભામાં બજેટ રજૂ નહીં થયું તો દિલ્હી સરકારને વિકટ સ્થિતિનો સામનો કરવો પડી શકે છે.

બજેટ રજૂ ન થવા પર આપ બીજેપી એકબીજા પર આરોપ પ્રત્યારોપ લગાવી રહ્યા છે. આપ પાર્ટીના વરિષ્ઠ નેતા રાઘવ ચડ્ડાએ ટ્વિટ કરીને કહ્યું કે દેશની આઝાદીના 75 વર્ષના ઈતિહાસમાં આવું પહેલી વખત બની રહ્યું છે કે કેન્દ્ર સરકાર દિલ્હીના લોકો દ્વારા ચૂંટાયેલી સરકારનું બજેટ રોકી રહી છે. જો બજેટ જ નહીં હોય તો અધિકારીઓ અને કર્મચારીઓને પગાર આપવા માટે પૈસા ક્યાંથી આવશે. તેમણે આરોપ લગાવ્યો કે કેન્દ્ર દિલ્હીના લોકો સાથે પોતાની હારનો બદલો લઈ રહી છે.
આ પહેલા નાણાંમંત્રી કૈલાશ ગેહલોતે આ મામલે કહ્યું હતું કે 10 માર્ચના જે બજેટ અમે એમએચએને મોકલ્યું હતું તેની ક્વેરી મેઈલ દ્વારા 17 તારીખે સાંજે પાંચ વાગ્યે આવી હતી. પરંતુ નાણામંત્રીને ખબર નથી કે આવું કંઈક થયું છે. મુખ્ય સચિવે નાણામંત્રીના ધ્યાને આ વાત લાવવી જોઈતી હતી. જો એવું હોય તો ચૂંટાયેલી સરકાર શેના માટે છે. નાણામંત્રી શા માટે છે. સીએમ શા માટે છે. જ્યારે તમામ વસ્તુઓ લીગલ રીતે છે તો પછી આવું કેમ થઈ રહ્યું છે. જો બજેટ રજૂ નહીં થાય તો બધાના પગાર અટકી જશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો