GSTV
Home » News » આતંકથી છુટકારો મેળવવા માટે અમિત શાહનો મોટો પ્લાન, જાણો શું છે સમગ્ર રણનીતિ

આતંકથી છુટકારો મેળવવા માટે અમિત શાહનો મોટો પ્લાન, જાણો શું છે સમગ્ર રણનીતિ

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે હવે આતંકવાદની કમ્મર તોડવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે ગૃહ મંત્રાલયે એક નવું ટેરર મોનિટરિંગ ગ્રુપ બનાવવાનો નિર્ણય કર્યો છે. આતંકવાદથી છુટકારો મેળવવા માટે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે મોટું પગલું ભર્યુ છે. હવે જમ્મુ-કાશ્મીરનાં આતંકી પ્રવૃત્તિઓ અને તેનાં પોષણ માટે મળતું ફંડ જેવી ગતિવીધીઓ પર ખાસ નજર રાખવામાં આવશે.

આંતકને ખતમ કરવા મોટો ગેમપ્લાન

કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ પર મોટો પ્રહાર કરવાની તૈયારી કરી છે. જે માટે તાજેતરમાં જ એક નવા ટેરર મોનિટરિંગ ગ્રુપની રચના કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર સીઆઇડીના એડિશનલ ડીજીપીને આ ગ્રુપના ચેરમેન બનાવાયા છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટીએમજીમાં ઇન્ટેલિજન્સ બ્યૂરો, નેશનલ ઇન્વેસ્ટીગેટિવ એજન્સી, સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ, સેન્ટ્રલ બ્યૂરો ઓફ ડાયરેક્ટ ટેક્સ, એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટના સભ્યોને પણ સામેલ કરાયા છે.

કાશ્મીર ખીણમાં થશે નવાજૂની?

સૂત્રો મુજબ ટીએમજીને કાશ્મીર ખીણમાં સક્રિય ભૂમિકા નિભાવવા જણાવાયું છે. બાકીની એજન્સીઓ તરફથી પણ ટીએમજીને જાણકારી આપવામાં આવશે. મનાઇ રહ્યું છે કે ટીએમજીની કાર્યવાહીથી કાશ્મીર ખીણમાં આતંકવાદીઓને નાણાકીય મદદની પ્રવૃતિને મોટો ઝટકો લાગી શકે છે. અમિત શાહે ગૃહ પ્રધાનનું પદ સંભાળતાની સાથે જ સૌથી પહેલા જમ્મુ-કાશ્મીરની સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી.

સંભાવના છે કે કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરમાં મોટી કાર્યવાહીની તૈયારીમાં છે. આ પહેલા જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે 4 જૂને અમિત શાહને જમ્મુ-કાશ્મીરની સ્થિતિથી વાકેફ કર્યા હતા. બેઠકમાં અમરનાથ યાત્રાની સુરક્ષા તૈયારી અંગે પણ ચર્ચા થઇ હતી.

READ ALSO

Related posts

ભારતના પડોશી દેશમાં ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગનાં સળગ્યાં પૂતળાં, ચીનને આ જોઈને આવશે ચૂંક

pratik shah

રામ મંદિર માટે સરકાર થઈ સક્રિય : આ સપ્તાહમાં મોદી સરકાર લેશે નિર્ણય, આ વ્યક્તિઓનો ટ્રસ્ટમાં થશે સમાવેશ

Karan

પાકિસ્તાને LOC પર ભારે હથિયારોથી સાથે તૈનાત કર્યા SSG કમાન્ડો, ભારતીય સેના એલર્ટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!