GSTV
Home » News » 74000 કરોડ આપવા કરતા BSNL-MTNLને બંધ કરવાની નાણા મંત્રાલયની સલાહ

74000 કરોડ આપવા કરતા BSNL-MTNLને બંધ કરવાની નાણા મંત્રાલયની સલાહ

સરકાર ખોટમાં ચાલી રહેલી સરકારી ટેલિકોમ કંપનીઓ બીએસએનએલ અને એમટીએનએલને વેચવા માગે છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશને બીએસએનએલ અને એમટીએનએલને ફરીથી બેઠી કરવા માટે 75,000 કરોડ રૂપિયાના રોકાણનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેણે નાણા મંત્રાલયે ફગાવી દીધો છે અને બંને કંપનીઓને બંધ કરી દેવાની સલાહ આપી છે ેતેમ ફાઇનાન્સિલ એક્સપ્રેસે દાવો કર્યો છે.

આટલા કરોડના ખર્ચનો અંદાજ

સૂત્રોના જણાવ્યા અનુસાર બંને પીએસયુ કંપનીઓને બંધ કરવાની સ્થિતિમાં 95,000 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. આ ખર્ચમાં બીએસએનએલ અને એમટીએનએલના 1.65 લાખ કર્મચારીઓને આકર્ષક રિટાયરમેન્ટ પ્લાન આપવા અને કંપનીનું દેવુ ચૂકવવું સામેલ છે.

ત્રણ પ્રકારના કર્મચારીઓ

ઉલ્લેખનીય છે કે બંને કંપનીઓમાં ત્રણ પ્રકારના કર્મચારીઓ છે. એક પ્રકારના એવા કર્મચારીઓ છે જેમની નિમણૂક કંપનીએ પોતે કરી છે.બીજા પ્રકારના કર્મચારીઓ એવા છે જેમને અન્ય પીએસયુ કે અન્ય વિભાગોમાંથી બીએસએનએલ અને એમટીએનએલમાં સામેલ કરવામાં આવ્યા છે. ત્રીજા પ્રકારના કર્મચારીઓ ઇન્ડિયન ટેલિકોમ્યુનિકેશન સર્વિસના અધિકારીઓ છે. જો હવે આ કંપની બંધ થઇ જાય છે તો આઇટીએસ અધિકારીઓને અન્ય સરકારી કંપનીઓમાં નિમણૂક આપી શકાય તેમ છે. જ્યારે જે કર્મચારીઓની નિમણૂક બીએસએનએલ અને એમટીએનએલ દ્વારા કરવામાં આવી છે તેમને સરકાર ફરજિયાત પણે નિવૃત્ત કરી શકે છે.

Read Also

Related posts

અયોધ્યા બાદ સુપ્રીમ કોર્ટ આ બે મોટા કેસમાં આપશે ચુકાદો, આવતી કાલે થશે સબરીમાલા અને રાફેલનો ફેંસલો

Bansari

બિગ બોસમાં થવા જઈ રહ્યું છે ડબલ એલિમિનેશન? ખતરામાં છે આ કંટેસ્ટેન્ટ્સ

Kaushik Bavishi

OMG! ફિનલેન્ડનાં બીચ પર મળ્યા ઈંડા આકારનાં હજારોની સંખ્યામાં દુર્લભ બરફનાં ગોળા, જુઓ PHOTOS

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!