GSTV

સરકારી નોકરી / સંરક્ષણ મંત્રાલયમાં 10મા અને 12મા પાસ માટે નિકળી વેકેન્સી, અરજીની અંતિમ તારીખ ખૂબ જ નજીક: જલદી ફોર્મ ભરો

Last Updated on July 20, 2021 by Zainul Ansari

સરકારી નોકરી શોધી રહેલા યુવાનો માટે સંરક્ષણ મંત્રાલમાં ઘણા પદો પર વેકેન્સી નિકળી છે. આ પદો પર અરજી કરવાની અંતિમ તારીખ નજીક છે. સંરક્ષણ મંત્રાલયના તાબા હેઠળ આવતા વિભિન્ન ડેપોમાં કુલ 458 પદો પર ભરતી નિકળી છે. નોટિફિકેશન હેઠળ સંરક્ષણ મંત્રાલયના સી/ઓ 56 એપીઓના 41 ફિલ્ડ એમ્યનિશન ડેપોમાં આ ભરતી કરવામાં આવશે. 10મા અને 12મા પાસ યુવાનો માટે નોકરીની આ શાનદાર તક છે.

સંરક્ષણ મંત્રાલયના તાબા હેઠળ આવતા આ ડેપોમાં ભરતી માટેની જાહેરાત રોજગાર સમાચારમાં 10થી 16 જુલાઈ 2021 સુધી પ્રકાશિત કરવામાં આવી હતી. આ ખાલી જગ્યા અનુસાર ટ્રેડ્સમેન મેટ અને એમટીએસ જેવી પોસ્ટ્સ પર ભરતી થશે. ખાલી જગ્યા માટેના અરજી ફોર્મ સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે, તેમાં અરજી કરતા પહેલા, સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ સૂચનાને સંપૂર્ણ રીતે વાંચો. સૂચનામાં આપેલી માહિતી મુજબ અરજી કરો.

વેકેન્સી ડિટેલ્સ

પોસ્ટનંબર ઓફ સીટયોગ્યતા
ટ્રેડમેન મેટ (પહેલા મજૂર)330 પદ10 પાસ
જેઓએ (પહેલા એલડીસી)20 પદ12 પાસ
મટેરિયલ આસિસ્ટન્ટ (એમ એ)19 પદગ્રેજ્યુશન અથવા મટેરિયલ મેનેજમેન્ટમાં ડિપ્લોમા
એમટીએસ11 પદ10 પાસ
ફાયરમેન64 પદ10 પાસ
255 (આઈ) એબીઓયૂ ટ્રેડમેન મેટ (પહેલા મજૂર)14 પદ10 પાસ

વય મર્યાદા

આ તમામ પદો માટે ઉમેદવારની વય અરજીની છેલ્લી તારીખના રોજ 18 વર્ષથી ઓછી અને 25 વર્ષથી વધુ ન હોવી જોઇએ. જોકે અનામત વર્ગના ઉમેદવોને મહત્તમ વય મર્યાદામાં સરકારના નિયમ મુજબ છૂટની જોગવાઇ છે. વધુ માહિતી માટે નોટિફિકેશન જોઇ શકાય છે.

નેવી

આવી રીતે કરો અરજી

આ પદો પર ઇચ્છુક અને લાયક ઉમેદવાર ભારતીય સેનાના ભરતી પોર્ટલ indianarmy.nic.in પર ઉપલબ્ધ એપ્લિકેશન ફોર્મના માધ્યમથી અરજી કરી શકે છે. અરજી સાથે જરૂરી ડોક્યૂમેન્ટને જાહેરાતમાં આપેલા સરનામા પર ઓફલાઇન મોકલવાના રહેશે. અરજી જમા કરાવવાની છેલ્લી તારીખ 30 જુલાઈ 2021 છે. અરજી મોકલવાનું સરનામું- કમાન્ડેટ, 41 ફિલ્ડ એમ્યૂનિશન ડેપો, પિન- 909741. અરજીને સાધારણ પોસ્ટ અથવા સ્પીડ પોસ્ટ દ્વારા મોકલી શકાય છે.

Read Also

Related posts

રામ નામના જાપ/ 57 વર્ષથી અહીં ચાલી રહી છે અખંડ રામધૂન, એક સેકન્ડ માટે પણ નથી રહી બંધ, જાણી લો ગુજરાતમાં ક્યાં આવેલું છે આ સ્થળ

Harshad Patel

સાચવજો/ 1,40,00,000 કરોડના ખર્ચ પછી પણ જીવવા માટે તલસી રહ્યો છે કોરોનાનો દર્દી, ડોક્ટરે કહ્યું હજુ એક કરોડ રૂપિયા થશે ખર્ચ

Damini Patel

વધ્યો વિવાદ/ ભાજપના બે મુખ્યમંત્રી અમિત શાહને ઘોળીને પી ગયા, મનમાની કરી લઈ લીધા આ નિર્ણયો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!