GSTV

સરકારી નોકરી / સંરક્ષણ મંત્રાલયમાં નિકળી બંપર ભરતી, 10 પાસ ઉમેદવાર કરી શકે છે અરજી

Last Updated on June 16, 2021 by Zainul Ansari

સંરક્ષણ મંત્રાલય હેઠળ આવતી એએસસી સેન્ટર (સાઉથ)-2 એટીસીમાં ગ્રુપ સીના વિવિધ પદો પર ભરતી નિકળી છે. આ ભરતી દ્વારા સિવિલ મોટર ડ્રાઇવર, ક્લિનર, કુક અને સિવિલિયન ઇન્સ્ટ્રક્ટર સહિત અનેક પદો પર નિમણૂંક કરવામાં આવશે.

નોટિફિકેશન મુજબ આ પદો પર ભરતી માટે ઉમેદવારોની અરજી ફોર્મ ભરી જરૂરી સ્વ-પ્રમાણિત પુરાવા સાથે પોસ્ટ દ્વારા મોકલવા પડશે. આ માટે અરજી કરવાની છેલ્લી તારીખ ભરતીની સૂચના બહાર પાડ્યાના 30 દિવસ સુધી છે.

જારી નોટિફિકેશન મુજબ મોટર ડ્રાઇવર પદ માટે લાઇટ અને હેવી મોટર વાહન ચાલકનું લાઇસન્સ હોવાની સાથે ડ્રાઇવિંગનો બે વર્ષનો અનુભવ પણ જરૂરી છે. જ્યારે કુક પદ માટે ઉમેદવારને સારી રીતે રાંધતા આવડવું જોઇએ. વધુ જાણકારી માટે ઉમેદવાર વિભાગની ઓફિશિયલ વેબસાઇટ પર જઇ વિઝિટ કરી શકે છે.

ભરતી ડિટેલ્સ

  • કુલ વેકેન્સી – 100
  • સિવિલ મોટર ડ્રાઇવર – 42 પદ
  • ક્લીનર – 40 પદ
  • કુક – 15 પદ
  • સિવિલિયન કેટરિંગ ઇન્સ્ટ્રક્ટર – 30 પદ

અરજી ફોર્મ મોકલવા માટેનું સરનામું

પ્રિઝાઇડિંગ ઓફિસર, સિવિલિયન ડાયરેક્ટ ભરતી બોર્ડ, સીએચક્યુ, એએસસી સેન્ટર (સાઉથ) -2 એટીસી, એડવાન્સ પોસ્ટ, બેંગ્લોર -07.

Read Also

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

Health / દૂધ નહિ પણ આ વસ્તુ છે કેલ્શિયમનો ભંડાર, આજે જ ઉમેરો ભોજનમાં અને મેળવો આશ્ચર્યજનક ફાયદા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!