GSTV
Home » News » નવી સરકારમાં પ્રધાનપદુ મેળવવા માટે ભાજપના સાથી પક્ષોમાં ધક્કામુકી

નવી સરકારમાં પ્રધાનપદુ મેળવવા માટે ભાજપના સાથી પક્ષોમાં ધક્કામુકી

નવી સરકાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શપથ ગ્રહણ કરે તે પહેલા પ્રધાન મંડળમાં સ્થાન મેળવવા માટે પ્રયાસો તેજ થઈ ગયા છે. બિહારમાં ભાજપના સહયોગી જેડીયુની નજર નવી સરકારના પ્રધાનમંડળમાં બે પ્રધાન પદ પર છે. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે જેડીયુ અધ્યક્ષ નીતીશ કુમાર અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરશે. તેઓ અમિત શાહને એક કેબિનેટ પદ અને એક રાજ્યપ્રધાનનું પદ માગી શકે છે. બિહારમાં જેડીયુના 16 સાંસદ ચૂંટાયા છે.

જે એનડીએમાં ભાજપ અને શિવસેના બાદ કોઈ એક પક્ષના સાંસદોની સૌથી વધુ સંખ્યા છે. જેડીયુના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે ભાજપે તેમને નવી સરકારમાં શામિલ કરવાનો સંકેત આપ્યો છે. જેકે કેબિનેટમાં પદો માટે હજુ સુધી ચર્ચા થઈ નથી. સાંસદોની સંખ્યાને જોતા જેડીયુના નેતા એક કેબિનેટ અને એક રાજ્યપ્રધાનનું પદ માગશે.

જેડીયુ નેતાઓની 29 મેએ બેઠક થશે. જેમાં કેન્દ્રીય પ્રધાન મંડળમાં શામિલ થનારા સાંસદોના નામ નક્કી થઈ શકે છે.. મહત્વનું છે કે નીતીશ કુમારે જુલાઈ 2017માં મહાગઠબંધનનો સાથ છોડીને બિહારમાં નવી સરકાર બનાવવા માટે ભાજપ સાથે હાથ મિલાવ્યા હતા. જોકે ગત ટર્મમાં જેડીયુના કોઈ નેતાને કેન્દ્રીય પ્રધાનમંડળમાં સ્થાન ન હતું.

READ ALSO

Related posts

3 બાળકોને ઘરમાં પૂરી નવા બૉયફ્રેન્ડ સાથે સૂવા મહિલા ગઈ હોટેલમાં, પછી મળી એવી સજા કે…..

NIsha Patel

આરોપ હતો રોજ પત્નીને પીટવાનો, સાસરિયાંએ ખાટલા પર બાંધી બે દિવસ સુધી ધોયો જમાઇને

NIsha Patel

ગોતામાં જર્જરીત ટાંકી ધરાશાયી, ફાયરબ્રિગેડની 10 ગાડીઓ ઘટનાસ્થળે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!