GSTV
Gujarat Government Advertisement

હવે ઘરે ઘરે મોદી : કમ્પ્યૂટર અને લેપટોપમાં ડોકિયું કરશે સરકાર, લીધો મોટો નિર્ણય

Last Updated on December 21, 2018 by Karan

કેન્દ્રિય ગૃહમંત્રાલયે અનોખું પગલું લીધું છે. કેન્દ્રિય ગૃહમંત્રાલયે ગુરુવારે 10 કેન્દ્રીય એજન્સીઓને દેશમાં ચાલી રહેલા કોઈપણ કોમ્પ્યુટરમાં શોધખોળ કરવાની મંજુરી આપી દીધી છે. ગૃહ મંત્રાલયના આદેશ મુજબ, દેશની આ સુરક્ષા એજન્સીઓ કોઈપણ વ્યક્તિના કમ્પ્યૂટરમાં જનરેટ, પ્રસારિત, પ્રાપ્ત અને સંગ્રહિત કોઈપણ દસ્તાવેજ જોઈ શકે છે. આ સરકારના આદેશ પર, અસદુદ્દીન ઓવૈસીએ તેની ટીકા કરતાં કહ્યું, હવે ઘરે ઘરે મોદી.

ગૃહમંત્રાલયના આદેશ મુજબ, ઇન્ટેલિજન્સ બ્યુરો, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ, ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ, સીબીઆઈ, એનઆઈએ, કેબિનેટ સેક્રેટરીએટ(આરએડબલ્યુ), ડિરેક્ટોરેટ ઓફ સિગ્નલ ઇન્ટેલિજન્સ અને દિલ્હીના પોલીસ કમિશ્નરને ચાલતા તમામ કમ્પ્યુટરની જાસૂસી કરવા માટે મંજૂરી આપવામાં આવી છે.

દેશના તમામ કોમ્પ્યુટરની જાસૂસી કરવાનો આદેશ

કેન્દ્ર સરકારના આ નિર્ણય પર પ્રતિક્રિયા આપતા AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે કેન્દ્ર સરકારે સામાન્ય આદેશ દ્વારા દેશના તમામ કોમ્પ્યુટરની જાસૂસી કરવાનો આદેશ આપ્યો છે. ઓવેસીએ કહ્યું કે કેન્દ્ર સરકાર આ નિર્ણયથી ઘરે ઘરે મોદીના વચનનું પાલન કરે છે. આ સાથે ઓવૈસીએ કહ્યું કે 1984માં તમારું સ્વાગત છે.

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt

આ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!