GSTV

શિક્ષણ મંત્રાલયે સ્કૂલ ખોલવાને લઈને જારી કર્યુ SOP, સફાઈ-સુરક્ષા-ડિસ્ટન્સિંગનું રાખવું પડશે ધ્યાન

Last Updated on October 5, 2020 by Mansi Patel

કોરોના વાયરસ મહામારીના કારણે લાંબા સમયથી બંધ શાળાઓને સમયબદ્ધ રીતે 15 ઓક્ટોબરથી ફરીથી ખોલવામાં આવી રહી છે. તેના માટે શિક્ષણ મંત્રાલયે દિશા-નિર્દેશ બહાર પાડ્યા છે. મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કહ્યું છેકે સ્વાસ્થ્ય, સાફ-સફાઇ, સુક્ષા અને સોશિયલ ડિસ્ટન્સિંગના માપદંડોનું પાલન કરતા ભણતર સુનિશ્ચિત કરવા માટે એસઓપી તૈયાર કરો.

SOP પ્રમાણે બે-ત્રણ સપ્તાહ સુધી બાળકોનું કોઈ એસેસમેન્ટ થશે નહીં. વિદ્યાર્થીઓના મેન્ડલ હેલ્થ અને ઈમોશનલ સેફ્ટી પર પણ ધ્યાન આપવુ પડશે. કેમ્પસમાં ઈમર્જન્સી કેર ટીમ બનાવવી પડશે. માતાપિતાની સહમતિથી જ બાળકોને શાળાઓ બોલાવી શકાશે. SOP બે ભાગમાં છે. પહેલો ભાગ શાળા ખોલતી વખતે બાળકોની હેલ્થ સેફ્ટીને લગતો છે. દિશા-નિર્દેશો પ્રમાણે વાલીઓની લેખિત મંજૂરી બાદ જ વિદ્યાર્થીઓ શાળાએ જઇ શકશે.

ઉપસ્થિતિના નિયમો લચીલા રાખવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ શાળાએ જવાના બદલે ઓનલાઇન ક્લાસની પણ પસંદગી કરી શકશે. મંત્રાલયે વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટે કાગળ અને પેનથી થનારા ટેસ્ટના સ્થાને કૌશલ્યવર્ધક પ્રક્રિયા અપનાવવાની વાત કહી છે. શાળા ખુલવાના બેથી ત્રણ સપ્તાહ સુધી કોઇ મૂલ્યાંકન નહીં થાય. તેમજ ઓનલાઇન લર્નિગને પ્રોત્સાહન પણ આપવામાં આવશે.

READ ALSO

Related posts

IPL 2021 / કાર્તિક ત્યાગીએ છેલ્લી ઓવરમાં બાજી પટલી, પંજાબે જીતેલી મેચ ગુમાવી: રાજસ્થાનની શાનદાર જીત

Zainul Ansari

VIDEO / પલકના ઝબકારે દીવાલ પર ચડી ગઈ આ ‘સ્પાઇડર ગર્લ’, વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ: તમે જોયો કે નહીં?

Zainul Ansari

ભોજપુરી સિનેમા : એક સમયે 120 રૂપિયામાં હોટલમાં કામ કરતી હતી મોનાલિસા, આજે છે કરોડોની મલિક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!