GSTV
Home » News » કેતને ફોડ્યા મસમોટા બોમ્બ : મંત્રીઓ પ્રજાનું કામ કરતા નથી, અધિકારીઓ જ ધારાસભ્યોને ગાંઠતા નથી

કેતને ફોડ્યા મસમોટા બોમ્બ : મંત્રીઓ પ્રજાનું કામ કરતા નથી, અધિકારીઓ જ ધારાસભ્યોને ગાંઠતા નથી

ગુજરાતના રાજકારણમાં પહેલીવાર એવી ઘટના બની છે કે, ભાજપના ધારાસભ્યએ રાજીનામુ આપ્યુ છે. સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે ધારાસભ્યપદેથી રાજીનામુ આપી દીધું છે. ખુદ મંત્રીઓ જ પ્રજાના કામો કરતાં નથી. ધારાસભ્યોના પ્રશ્નો અંગે મંત્રીઓ-અધિકારીઓ દરકાર લેતા નથી. મતવિસ્તારોમાં વિકાસના કામો થતા નથી. આ કારણો ધરીને કેતન ઇનામદારે વિધાનસભા અધ્યક્ષને રાજીનામાનો પત્ર આપ્યો છે. ધારાસભ્યોનો સુષુપ્ત રોષ ભભૂકતાં હવે ગુજરાતના રાજકારણમાં નવાજૂની થવાના એંધાણ વર્તાઇ રહ્યાં છે. કેતન ઇનામદારના રાજીનામાને પગલે ભાજપમાં ખળભળાટ મચી ગયો છે કેમ કે,પહેલીવાર ગુજરાતમાં ભાજપ તૂટી છે.

છેલ્લા કેટલાંય વખતથી ભાજપના ધારાસભ્યોનો એક જ સૂર રહ્યો છે કે, મત વિસ્તારમાં વિકાસના કામો થતાં નથી. અધિકારીઓ જ ધારાસભ્યોને ગાંઠતા નથી. ધારાસભ્યોનુ કોઇ સાંભળનાર જ નથી. પણ શિસ્તબધ્ધ પાર્ટીના ધારાસભ્યો અંદરોઅંદર જ ઘુંટાઇ રહ્યાં હતાં ત્યારે જ સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે અચાનક જ રાજીનામું ધરીને ભાજપને ઝટકો આપ્યો છે.

ધારાસભ્ય કેતન ઇનામદારે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને રાજીનામા પત્રમાં એવો આક્ષેપ કર્યો કે, સરકાર અને વહીવટી તંત્ર વચ્ચે સંકલનના અભાવે મારા મત વિસ્તારના પ્રશ્નોના મુદ્દે ખુદ સરકારના મંત્રીઓ અને અધિકારી ધ્યાન જ આપતાં નથી. પ્રજાના પ્રતિનીધી એવા ધારાસભ્યોનુ માન સન્માન પણ જળવાતુ નથી. પ્રજાના પ્રશ્નોને લઇને સરકારમાં રજૂઆત કરીએ છતાંય મંત્રીઓ અને અધિકારીઓ ધરાર અવગણના કરે છે. મારી જ નહીં, મારા સાથી ધારાસભ્યોની ય અવગણના થઇ રહી છે.મત વિસ્તારની લોકો માટે ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી રહ્યુ છું. એક તરફ, રાજ્ય સરકારનો દાવો છેકે, આ સરકાર નિર્ણાયક, સંવેદનશીલ અને કામ કરતી સરકાર છે. બીજી તરફ,ભાજપના ધારાસભ્યોનો આરોપ છેકે, પ્રજાલક્ષી કામો થતાં જ નથી. પહેલીવાર નરેન્દ્ર મોદી અને અમિત શાહના ગઢમાં ભાજપમાં ગાબડાં પડ્યા છે. પ્રદેશ નેતાગીરી સામે ય આ ચિંતાનો વિષય ઉભો થયો છેકે, અત્યાર સુધી ધારાસભ્યો પક્ષમાં જ રહીને વાત કરતાં હતાં પણ હવે ખુલ્લેઆમ આંતરિક રોષ ભભૂકીને બહાર આવી રહ્યો છે. ગુજરાતના રાજકારણમાં કઇંક નવા જૂની થવાના એંધાણ વર્તાઇ રહ્યાં છે.

કેતન ઇનામદારના રાજીનામા બાદ ભાજપમાં ખળભળાટ મચ્યો છે. અન્ય કોઇ ધારાસભ્યો પણ કેતન ઇનામદારના માર્ગે જાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે. પ્રદેશના માળખાની રચના થાય તે પહેલાં જ ભાજપને મોટો ઝટકો મળ્યો છે ત્યારે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી માટે એક નવો પડકાર ઉભો થયો છે.

વારંવાર રજૂઆતો કરવા છતાં મંત્રીઓ અને અધિકારીઓ અવગણના કરે છે, રાજીનામા પત્રમાં કેતન ઇનામદારનો બળાપોમારા સાથી ધારાસભ્યોની લાગણી બહાર લાવ્યો છું, ધારાસભ્ય પદની ગરિમા જળવાતી નથી .

લોકોના કામો મંત્રીઓ અને અધિકારીઓ કરતા નહીં હોવાના આક્રોશ સાથે વિધાનસભા સ્પીકરને લખેલા પત્રમાં ઇનામદારે જણાવ્યું છે કે, ધારાસભ્યના હોદાની ગરિમા પણ જળવાતી નથી. સાવલી તાલુકાના મતવિસ્તારમાં લોકોની કેટલીક મુખ્ય માગણીઓ સંદર્ભે સરકાર અને વહીવટી તંત્રના સંકલનના અભાવે અને ઉદાસીનતા દાખવવામાં આવી છે અને સરકારના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ ધ્યાન આપતા નથી. ધારાસભ્યપદની ગરિમા અને સન્માન જળવાતા નહીં હોવાથી તેમજ મંત્રીઓ અને સરકાર દ્વારા ઉચ્ચ અધિકારીઓના દરેક તબક્કે માન-સન્માન જાળવવાના ભોગે પ્રજાના પ્રતિનિધિ એવા ધારાસભ્યના પદ અને હોદાની અવગણના કરવામાં આવે છે તેવો બળાપો તેમણે પત્રમાં ઠાલવ્યો હતો. ભારતીય જનતા પાર્ટીની શિસ્ત અને સિધ્ધાંતોને વળગી રહીને અત્યાર સુધી પ્રજાલક્ષી કામો કરતો રહ્યો છું. પ્રજાના સેવક તરીકે અમુક બાબતોમાં સરકારને વારંવાર રજુઆતો કરવા છતાં મંત્રીઓ અને સરકારના ઉચ્ચ અધિકારીઓ ધારાસભ્ય તરીકે મારી તથા મારા સાથી ધારાસભ્યોની પણ અવગણના કરે તે દુઃખદ બાબત છે. મારા સાથી ધારાસભ્યોની લાગણીઓને બહાર લાવવા તથા મારી અવગણના એ સાવલી તાલુકાના પ્રજાજનોના હિતોની અવગણના છે એમ જણાવી તેમણે પત્રમાં ઉમેર્યુ છે કે પ્રજાજનોના હિતો માટે અત્યારે આ પરિસ્થિતિ નિર્માણ થઇ છે. ભારે હૃદયે પક્ષની તમામ શિસ્ત અને વિચારધારાને આજદિન સુધી નિભાવેલી છે. અને નાછુટકે ધારાસભ્ય પદ પરથી પ્રજાના હિતમાં રાજીનામુ આપું છુ તેમ પત્રમાં અંતે જણાવ્યું છે.

વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં ઈનામદાર અપક્ષ તરીકે ચૂંટાયા તે પછી ભાજપે પ્રવેશ આપ્યો

સાવલીના ધારાસભ્ય ભાજપે ટિકિટ નહી આપતા વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં કેતન ઈનામદારને અપક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેમના પિતા મૂળ કોંગ્રેસમાં હતા. કેતન ઈનામદાર વિધાનસભાની બેઠક અપક્ષ તરીકે લડીને જીત્યા તે બાદ તેઓને ભાજપમાં પ્રવેશ આપવાની ભાજપને ફરજ પડી હતી. વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણી માટે કેતન દાવેદારી કરી હતી. પરંતુ ભાજપે તેમને ટિકિટ નહી આપતા તેઓએ અપક્ષ તરીકે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતુ. તેઓ ભાજપના સત્તાવાર ઉમેદવાર ઉપેન્દ્રસિંહ ગોહિલને હરાવીને ચૂંટાઈ આવ્યા હતા. લોકમત કેતન ઈનામદારની તરફેણમાં હોવાનું પારખીને ભાજપના મોવડી મંડળે મને કે કમને ઈનામદારને ભાજપમાં પ્રવેશ આપ્યો હતો.

કોંગ્રેસમાં જોડાઈ જવા કેતનને ખુલ્લુ આમંત્રણ

સાવલી તાલુકા કોંગ્રેસ પક્ષના પ્રમુખ વિજયસિંહ વાઘેલાએ જણાવ્યું કે ભાજપના જ સાવલીના ધારાસબ્યે વાસ્તવિકતા સ્વીકારી છે કે ખરેખર ભાજપના શાસનમાં પ્રજાલક્ષી કામો થતા નથી. જેથી તેમણે ધારાસબ્ય પદની સાથે સાથે ભાજપ પક્ષમાંથી પણ રાજીનામુ આપી દેવું જોઈએ. કેતન ઈનામદારને પ્રજાલક્ષી કામો કરવા હોય તો કોંગ્રેસ તેમની સાથે છે અને જો કોંગ્રેસમાં તેઓ જોડાવવા માગતા હોય તો તેઓ માટે કોંગ્રેસના દરવાજા ખુલ્લા છે. આમ કોંગ્રેસે કેતન ને કોંગ્રેસમાં જોડાઈ જવા ખુલ્લુ આમંત્રણ આપ્યુ છે.

કેતન ઈનામદારે બીજી વાર રાજીનામું આપ્યુ

રાજયના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ પ્રજાલક્ષી કામો પ્રત્યે વહીવટી સંકલન રાખતા નથી એ ઉદાસીનતા દાખવે છે. એમ કહી રાજીનામા પત્રમાં ધારાસભ્યે જણાવ્યું છે કે પ્રજાલક્ષી કામોની અવગણના થતા પ્રજાના પ્રતિનિધિ તરીકે ધારાસભ્યના પદની ગરિમા અને સન્માન જળવાતુ નથી, તેમ કહી બળાપો ઠાલવ્યો હતો. તેઓ અગાઉ પણ વિધાનસબાના અધ્યક્ષને રાજીનામુ આપી ચૂક્યા છે આજે ફરીથી રાજીનામુ આપે છે.

READ ALSO

Related posts

દિલ્હીના મૌજપુરમાં CAAના વિરોધમાં હિંસા: 37 પોલીસકર્મીઓ ઘાયલ, 1 કોન્સ્ટેબલનું મોત

Ankita Trada

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ બાદ ટ્રમ્પનું Tweet ‘અમેરિકાના લોકો હંમેશાં ભારતના લોકો માટે સાચા અને નિષ્ઠાવાન મિત્ર રહેશે’

Mayur

ડોનાલ્ડ ટ્રમ્પે ગાંધી આશ્રમની લીધી મુલાકાત, હ્રદય કુંજમાં મોદી બન્યા ગાઈડ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!