GSTV
Home » News » ‘વાયુ’ ચક્રવાતની વચ્ચે માનવતા મહેંકી : સરકારે સગર્ભા 5950 મહિલાઓ માટે કરી સ્પેશ્યલ વ્યવસ્થા

‘વાયુ’ ચક્રવાતની વચ્ચે માનવતા મહેંકી : સરકારે સગર્ભા 5950 મહિલાઓ માટે કરી સ્પેશ્યલ વ્યવસ્થા

રાજ્યમાં વિકરાળ વાયુ વાવાઝોડાના સંકટ વચ્ચે ભાવનગરના મહુવાની એક હોસ્પિટલમાં ચાર મહિલાઓ બાળકને જન્મ આપ્યો છે. વહીવટી તંત્રએ આ જિલ્લામાંથી ૪૦ જેટલી સગર્ભા મહિલાઓને આઈડેન્ટીફાઈ કરી હતી. વાવાઝોડાના કારણે ૧૦ દિવસમાં જે મહિલાઓની ડિલીવરી આવતી હોય તેવી ૪૦ મહિલાઓને મહુવાની હોસ્પિટલ લાવવામાં આવી હતી.

વાયુ ચક્રવાત વચ્ચે માનવતા મહેંકી ઉઠી છે. સરકારે આ મહિલાઓ માટે કરેલી વ્યવસ્થા અે પ્રશંસાને પાત્ર છે. કુલ 10 જિલ્લાની ફુલ 5950 સગર્ભા બહેનોને 383 એમ્બ્યુલન્સના માધ્યમથી હોસ્પિટલોમાં ખસેડવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લી સ્થિતિએ આ વાવાઝોડું વેરાવળથી 110 કિલોમીટરની ઝડપથી દક્ષિણથી પશ્ચિમ તરફથી પોરબંદર ઉત્તર અને ઉત્તર પશ્ચિમ તરફ 150 કિમીની ઝડપથી આગળ વધી રહ્યું છે. 

જ્યાં ચાર સગર્ભા મહિલાઓએ બાળકને જન્મ આપ્યો છે. ત્યારે બાળ અને કલ્યાણ પ્રધાન વિભારવી બહેન દવે અને પ્રિન્સિપલ સેક્રેટરી અંજુ શર્માએ હોસ્પિટલમાં મહિલાઓની મુલાકાત લીધી હતી અને નવજાત બાળકીઓને ગોદમાં લઈને તેમની માતાને શુભકામના પાઠવી હતી.

વાયુ ચક્રવાતને નાથવા માટે હાલમાં સરકાર એક્ટિવ છે. અત્યારસુધીમાં કોઈ જાનહાનીના સમાચાર નથી. ખતરો ભલે ઓછો થયો હોય પરંતુ એનડીઆરએફ, સેનાથી માંડીને અધિકારીઓનો પણ  દરિયા કિનારાના વિસ્તારોમાં તૈનાત છે.મેડિકલ સુવિધાઓ માટે પણ તંત્ર તૈયાર છે.. ગર્ભવતિ મહીલાઓને સુરક્ષિત સ્થળે ખસેડાઇ છે. 383 એમ્બ્યુલન્સ તૈયાર રખાઇ છે.અંદાજે 10 લાખ જેટલા ફૂડ પેકેટ્સ તૈયાર કરાયા છે. ગીર સોમનાથ માટે રાજકોટથી એક લાખ પેકેટ્સ મોકલાયા છે.

Read Also

Related posts

અશફાક નામ બદલી બન્યો હતો રોહિત સોલંકી, હિન્દુ નેતાની હત્યાએ આયોજનપૂર્વકનું ષડયંત્ર

Nilesh Jethva

મેઘરાજાએ નવરાત્રી તો બગાડી હવે દિવાળી બગાડશે, અરબી સમુદ્રમાં સક્રિય થઈ આ સિસ્ટમ

Nilesh Jethva

એક મહિના પહેલાં જ પ્રેમ થયો, કાલે તેના ઘરે જઈ કરી દીધી આ ભૂલ અને પહોંચવું પડ્યું હોસ્પિટલ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!