GSTV
Home » News » આ નેતા બોલ્યા કે મોદી પાસે છે ઈવીએમનાં જાદુગર, એટલે જીતી રહ્યા છે ચૂંટણી

આ નેતા બોલ્યા કે મોદી પાસે છે ઈવીએમનાં જાદુગર, એટલે જીતી રહ્યા છે ચૂંટણી

લોકસભા ચૂંટણીમાં જીત મેળવીને ભાજપનાં નેતૃત્વમાં એનડીએની નવી સરકારે ભલે શપથ લીધી હોય, પરંતુ ઇવીએમ મશીનમાં ગોટાળાનો આરોપ આજે પણ જીવંત છે. વિપક્ષ આ મામલે આક્રમક મૂડમાં છે. ઇવીએમ મશીનમાં છેડખાની કરવાનો આરોપ મધ્યપ્રદેશ સરકારનાં એક મંત્રીએ લગાવ્યો છે. એમપી સરકારનાં આ મંત્રીએ જાવો કર્યો છે કે, નરેન્દ્ર મોદીનાં હાથમાં અમુક એવા લોકો આવી ગયા છે, જે ઇવીએમ મશીનનાં જાદુગર છે.

કમલનાથ સરકારનાં પીડબલ્યુડી પ્રધાન સજ્જનસિંહ વર્માએ જણાંવ્યું કે, ખોટુ બોલીને નરેન્દ્ર મોદીએ સરકાર બનાવી છે. મારો સીધો આરોપ છે કે મતદાન મશીનમાં ગોટાળો કરવાની જબરદસ્ત વ્યવસ્થા નરેન્દ્ર મોદીએ કરી છે.

સજ્જનસિંહ વર્માએ આગળ જણાંવ્યું કે,અમુક એવા લોકો તેમનાં હાથે લાગી ગયા છે જે ઇવીએમ મશીનનાં જાદુગર છે. મોદી તેમનાં માધ્યમથી ચાલાકીપૂર્વક રાજનીતિનાં ખેલને અંજામ આપી રહ્યા છે. તેમનાં પિતાજી આવે તો પણ લાખો વોટથી જીતવું સંભવ નથી.

વર્માએ જણાંવ્યું કે, ચાલીસ વર્ષની મારી રાજકિય કારકિર્દીમાં મેં ક્યારેય આટલો ઉતાર-ચઢાવ અને આટલો ગેપ નથી જોયો, તેની પાછળ સીધે-સીધુ મશીન છે.

મહત્વનું છે કે આમ આદમી પાર્ટીનાં રાજ્યસભા સાંસદ સંજય સિંહે 2019ની લોકસભા ચૂંટણીની શરૂઆતમાં જ સતત ઇવીએમનો મુદ્દો ઉઠાવતા રહ્યા છે. તમામ વિપક્ષો પણ ઇવીએમની અદલાબદલી મામલે સતત સવાલો કરતા આવ્યા છે. ઇવીએમ હટાવો અભિયાનની આગેવાની આંધ્ર પ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી અને ટીડિપી નેતા ચંદ્રાબાબુ નાયડુએ કરી હતી. તેમનું કહેવું હતું કે, ફ્રિકવન્સીની મદદથી ઇવીએમમાં સ્ટોર ડેટાને બદલી શકાય છે.

READ ALSO

Related posts

ગ્લોબલ વોર્મિંગને કારણે 8 કરોડ નોકરીઓ નાબૂદ થશે, 2030 સુધીમાં ભારતની સ્થિતિ કાંઇક આવી હશે

Riyaz Parmar

હિમાલયમાં ઝડપથી ગ્લેશિયર પીગળવાનો સિલસિલો યથાવત, પાણીની તંગી સર્જાશે?

Riyaz Parmar

આઇસલેન્ડમાં જોવા મળ્યું જળવાયુ પરિવર્તનનું વરવું દ્રશ્ય, ધરતી માટે જોવા મળ્યા આ સંકેતો

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!