GSTV

પ્રધાન ગર્લફ્રેન્ડ સાથે રજા ગાળવા ગયા તો આપવુ પડ્યુ રાજીનામું!

Last Updated on September 2, 2018 by

નોર્વેના એક પ્રધાનને ઈરાનની ગર્લફ્રેન્ડ સાથે રજા મનાવવાનું ભારે પડ્યુ છે અને તેથી તેમણે પોતાના પદ પરથી રાજીનામુ આપ્યુ છે. જુલાઈમાં 58 વર્ષના પીર સેન્ડબર્ગ ઈરાનની પૂર્વ બ્યૂટી ક્વીન બાહરેહ લેતંસની સાથે રજા પર હતાં. પોતાની ઈરાન યાત્રા અંગે તેમણે વડાપ્રધાન કાર્યાલયને પણ જણાવ્યુ નહતું અને તેથી જ તેમણે પ્રધાનપદ પરથી રાજીનામુ આપવુ પડ્યું.

નોર્વેના પ્રધાને સ્વીકાર કર્યો કે આ અંગે તેમણે વડાપ્રધાન કાર્યાલયને જણાવ્યુ નહોતુ અને સાથે પોતાના કાર્યાલયના કામ માટે ઉપયોગ કરતા ફોન પણ લઈ ગયા હતા. મહત્વનું છે કે નોર્વેની ઈન્ટેલિજન્સ એજન્સી ઈરાનને સુરક્ષા કારણોસર ખૂબ જ સંવેદનશીલ દેશ મનાય છે. ચીન અને રશિયાની સાથે નિકટતાને કારણે પણ નોર્વે માટે ઈરાન મહત્વનો દેશ છે. પ્રધાનની ઈરાન યાત્રાની માહિતી નોર્વેવાસીઓ માટે અનઅપેક્ષિત ખબર છે, કારણકે પ્રધાન પાસેથી આવા પ્રકારની સુરક્ષા ચૂકની આશા કોઈને નહતી.

બાહરેહ ઈરાની મૂળ મૉડેલ અને બ્યૂટી શો વિનર છે. નોર્વેના વડાપ્રધાન એરેના સોલબર્ગેએ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે પીરે રાજીનામુ આપવાનો કઠિન નિર્ણય લીધો છે. તેમણે કહ્યું, મંત્રીએ સુરક્ષા નિયમોના અમલીકરણ માટે જરૂરી કૉમન સેંસનો પણ પ્રયોગ કર્યો નથી. પીરનો આ વ્યવહાર નોર્વેવાસીઓ માટે શરમજનક બાબત છે અને પોતાની પાર્ટી, વિરોધી પાર્ટીઓ અને દેશની જનતા માટે અફસોસજનક છે.

Related posts

વાર્યા નહીં, હાર્યા વળ્યા/ રસી નહીં લીધી હોય તે જે વેપારીની દુકાન પોલીસ બંધ નહીં કરાવે, ચેકિંગ પણ નહીં: મળી આ છૂટ

Bansari

ખેડૂતો માટે ખુશખબર: આવતીકાલથી ખાતામાં આવવાના શરૂ થઈ જશે સરકારના રૂપિયા, ફટાફટ આ કામ પતાવી લેજો

Pravin Makwana

ખેલાડીઓને બખ્ખાં: ટી 20 સીરિઝમાં ભારતને હરાવવાનું ઈનામ મળ્યું, આ દેશ દરેક ખેલાડીને રોકડા રૂપિયા આપી કરશે માલામાલ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!