ઓડિશાના આરોગ્ય મંત્રી નબ કિશોર દાસની પોલીસે જ ગોળી મારીને હત્યા કરી દેતાં સનસનાટી સર્જાઈ છે. નબ કિશોર દાસ પહેલાં કોંગ્રેસમાં હતા અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પણ રહ્યા હતા. 2019માં કોંગ્રેસ છોડીને બીજુ જનતા દળમાં જોડાયા હતા. નબ કિશોર દાસ મુખ્યમંત્રી નવિન પટનાઈક પછી બીજા સૌથી ધનિક મંત્રી હતા.

દાસ બ્રજરાજનગરમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા ગયા ત્યારે એએસઆઈ ગોપાલકૃષ્ણ દાસે અત્યંત નજીકથી દાસને છાતીમાં ત્રણ-ચાર ગોળી મારી દીધી હતી. દાસને સારવાર માટે ભુવનેશ્વર ખસેડવામાં આવ્યા હતા પણ તેમને બચાવી શકાયા નથી.
ગોપાલકૃષ્ણ દાસ પહેલાં નબ કિશોર દાસની સુરક્ષામાં તૈનાત હતો. આ કારણ અંગત કારણોસર તેણે ગોળી માર્યાનું મનાય છે. ગોપાલકૃષ્ણ દાસને માનસિક બિમારી હોવાનું પણ કહેવાય છે. તેની પત્નિએ સ્વીકાર્યું છે કે, ગોપાલકૃષ્ણ દાસ માનસિક રોગની સારવાર માટે દવા લેતો હતો. દાસની હત્યાનાં કારણોની તપાસ માટે સાઇબર નિષ્ણાંત, બેલિસ્ટિક નિષ્ણાત અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ સહિત સાત સભ્યોની વિશેષ તપાસ દળની રચના કરવામાં આવી છે.
- રામ નવમી 2023: ભગવાન રામનું મૃત્યુ ક્યારે અને કેવી રીતે થયું, વાંચો તેમના સ્વર્ગમાં જવાનું રહસ્ય
- શું તમે ITR-U ફાઇલ કરવાનું ચૂકી ગયા છો ? તો તમારી પાસે છે માત્ર 2 દિવસની તક…
- લગ્નેત્તર સંબંધોને લઈને આલિયાએ પિતાને આપ્યો સાથ, લોકોએ લીધી આડે હાથ
- Ram Navami/ ભગવાન રામ પાસેથી આજે પણ આ ગુણો શીખવા જેવા છે
- હાથના કર્યા હૈયે વાગ્યા/ માસૂમના હાથમાં પકડાવી દીધી ગન, પછી જે થયું તે તમે જાતે જ જોઈ લો