શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ફી નિયમનના મુદ્દે આજે દિલ્હીની મુલાકાતે

રાજ્ય સરકારના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ફી નિયમનના મુદ્દે આજે દિલ્હીની મુલાકાતે છે. 11 જુલાઈએ સુપ્રીમમાં ફી નિયમનને લઈને સુનાવણી હાથ ધરાવવાની છે. ત્યારે ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા આજે દિલ્હીમાં એટર્ની જનરલ સાથે મુલાકાત કરશે. તેઓ ફી નિયમનને લઈને સુપ્રીમ કોર્ટના વકીલ સાથે પણ ચર્ચા કરશે. જેમાં વાલી મંડળ સાથે થયેલી ચર્ચા, શાળા સંચાલકો સાથેના ચર્ચાયેલા મુદ્દા પર માહિતી આપશે.

આજે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જશે દિલ્લી.

એટર્ની જનરલ સાથે ચુડાસમા કરશે મુલાકાત.

ફી નિયમન મામલે સુપ્રીમ કોર્ટમાં સરકારના વકીલ સાથે પણ કરશે ચર્ચા.

વાલીમંડળ સાથે થયેલ ચર્ચા પર માહિતગાર કરશે.

શાળા સંચાલકો સાથે ચર્ચાયેલા મુદ્દાઓ અંગે પણ આપશે માહિતી.

11 જૂલાઈએ ફી નિયમન પર સુપ્રીમ કોર્ટમાં હાથ ધરાશે સુનાવણી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter