GSTV
Home » News » કુંવરજી બાવળિયાને સરકારમાં ગ્રામ-ગૃહ નિર્માણ, પાણી પુરવઠા અને પશુપાલન ખાતુ  સોંપાયુ

કુંવરજી બાવળિયાને સરકારમાં ગ્રામ-ગૃહ નિર્માણ, પાણી પુરવઠા અને પશુપાલન ખાતુ  સોંપાયુ

કોંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં આવેલા કુંવરજી બાવળિયાને સરકારમાં ગ્રામ-ગૃહ નિર્માણ અને પાણી પુરવઠા ખાતુ  સોંપાયુ છે. અગાઉ પરબત પટેલ પાસે પાણી પુરવઠા વિભાગને સ્વતંત્ર હવાલો હતો. બચુ ખાબડ ગ્રામ-ગૃહ નિર્માણનો રાજ્યકક્ષાનો હવાલો સંભાળતા હતા. પશુપાલન પણ બાવળિયાને સોપાયું છે. આજે રૂપાણી સરકારની કેબિનેટની બેઠક પણ યોજાઈ. જેમાં તેઓ પ્રથમ વખત ઉપસ્થિત રહ્યા છે. અને ત્યાં કુંવરજી બાવળિયાને ગ્રામ-ગૃહ નિર્માણ અને પાણી પુરવઠા ખાતુ  સોંપાયુ છે. ભાજપમાં આવીને સરકારમાં પ્રધાન પદ મેળવનારા કુંવરજી બાવળીયાનું નવુ સરનામુ સ્વર્ણિમ સંકુલ 2 બન્યું છે. કેમ કે, સ્વર્ણિમ સંકુલ -2ના પહેલા માળે તેમને ઓફિસની ફાળવણી કરવામાં આવી છે. આ ઓફિસ પહેલા શંકર ચૌધરીની હતી.

  • ગઈકાલે કેબિનેટ પ્રધાન તરીકે કુંવરજીઅે લીધા છે શપથ
  • કોંગ્રેસમાંથી છેડો પાડીને ગઈકાલે જ ભાજપમાં જોડાયા છે કુંવરજી બાવળિયા
  • ભાજપમાં જોડાયાને ચાર કલાકમાં જ કુંવરજીને મળ્યું છે પ્રધાનપદ
  • રૂપાણી સરકારની કેબિનેટમાં પ્રથમ વખત કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિ

 

Related posts

જો આ થયું તો વિશ્વમાં મોદીની ખરડાશે આબરૂ, રૂપાણી સરકાર માટે છે મોટી ચેલેન્જ

Mansi Patel

વડોદરા ભાજપમાં એક સાંધે ત્યાં તેર તૂટે એવી હાલત, વધુ એક ધારાસભ્યની નારાજગી આવી સામે

Mansi Patel

ટ્રંપનાં આગમન પહેલાં રૂપાણી સરકારની મોટી રાહત, આ આંદોલન સમેટાઈ ગયુ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!